ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ભાજપ પ્રદેશ પ્રમુખે બાઈક રેલીમાં યોજી જાહેર સભા સંબોધી - Grand bike rally held

પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પ્રચાર અર્થે શુક્રવારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની આગેવાનીમાં ભાજપ દ્વારા ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં નગરપાલિકાના 11 વર્ષના 44ઉમેદવારો તેમના સમર્થકો અને કાર્યકરો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. પ્રદેશ પ્રમુખે પાટણની તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ
ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ

By

Published : Feb 27, 2021, 4:02 PM IST

  • પાટણમાં સી.આર.પાટીલે સભા સંબોધી
  • પાટણની તમામ બેઠકો ભાજપના ઉમેદવારો જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો
  • નગરપાલિકાના ભાજપના ઉમેદવારોને જીતાડવા ભવ્ય બાઇક રેલી યોજાઇ

પાટણ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના અંતિમ તબક્કાના પ્રચાર પ્રસારના દિવસે ભાજપ-કોંગ્રેસ દ્વારા રોડ શો અને જાહેર સભાઓ યોજવામાં આવી હતી. ભાજપ દ્વારા નગરપાલિકાના 11 વોર્ડના 44 ઉમેદવારોને જીતાડવા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આગેવાનીમાં પ્રગતિ મેદાન ખાતેથી ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી. પ્રગતિ મેદાન ખાતેથી પ્રસ્થાન પામેલી આ રેલીમાં ભાજપના આગેવાનો કાર્યકરો અને 44ઉમેદવારો સાથે તેમના સમર્થકો બાઇક રેલીમાં જોડાયા હતા. રેલી શહેરના દરેક વોર્ડ વિસ્તારોમાં ફરી હતી અને ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડી નગરપાલિકાનું સુકાન ભાજપને સોંપવા મતદારોમાં જાગૃતિ ફેલાવી હતી.

પાટણમાં ભાજપ પ્રદેશ પ્રમુખની બાઈક રેલી
ભાજપના શાસનમાં થયેલા વિકાસના કામોની માહિતી આપી


ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની જાહેર સભા બગવાડા દરવાજા ખાતે યોજાઈ હતી. આ જાહેર સભામાં પાટીલે મહાનગરપાલિકાની ચૂંટણીમાં જેમ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા તેવી રીતે પાટણની તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસની નકારાત્મક રાજનીતિની પાટીલે ઝાટકણી કરી હતી. પાટીલે કેન્દ્ર સરકારના રામમંદિર નિર્માણનો નિર્ણય જમ્મુ-કાશ્મીરમાં 370 કલમ 35-એ કલમની નાબૂદી કરી લોકતંત્રની સ્થાપનાનો નિર્ણય તથા આયુષ્યમાન ભારત જેવી કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરી ભાજપના શાસનમાં થયેલા વિકાસના કામોની માહિતી આપી હતી. આ પ્રસંગે પ્રદેશ પૂર્વ મહામંત્રી કે.સી પટેલ મયંક નાયક દશરથજી ઠાકોર GIDC ચેરમેન બલવંતસિંહ રાજપૂત સહિતના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details