જૈન સમાજનું કાશી ગણાતા પાટણ શહેરમાં 100થી વધુ જિનાલયો તેમજ અપાશ્રયો આવેલા છે. જયાં વર્ષ દરમિયાન અલગ અલગ ઉત્સવોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. અનેક જૈન મહારાજ અને સધ્વીજી મહારાજો પાટણ આવી પોતાનું જ્ઞાન જૈન શ્રાવકોંને આપે છે.
પાટણમાં ચાતુર્માસના પ્રારંભે જૈન સાધુ ભગવંતોનુું આગમન - Saint
પાટણ: ઐતિહાસિક નગરી પાટણમાં ચાતુર્માસની શરૂઆત થતાની સાથે જ જૈન મહારાજોનું આગમન થઈ રહ્યું છે. રવિવારે જૈન સાધુઓ પાટણ ખાતે આવી પહોંચતા જૈનસમાજ દ્રારા વાજતે ગાજતે સાધુ ભગવંતોની શોભાયાત્રા બગવાડા ચોકથી નીકળીને રાજમાર્ગો પર ફરી ત્રીસ્તુતિક અપાશ્રય ખાતે પહોચી હતી.
ચાતુર્માસની શરૂઆત થતાની સાથે જ અનેક જૈન સાધુઓ પાટણ આવી તપસ્યાઓ કરે છે. ત્યારે આજે જૈનાચાર્ય શ્રીમદ વિજય જયંતસેન સુરીસ્વરજીના શિષ્ય રત્નમુનિ મહારાજ શ્રી ચારિત્ર્ય રતન વિજયજી મહારાજ અને અન્ય સાધુ ભગવંતો આજે પાટણ આવી પહોંચતા જૈન સમાજના આગેવાનો દ્રારા તેમનું ભવ્ય સામૈયું કર્યું હતું. તેમજ વાજતે ગાજતે બગવાડા ચોકથી સાધુ ભગવંતોની શોભાયાત્રા શહેરનાં રાજમાર્ગો પરથી નીકળી પંચાસર દેરાસર પાસે આવેલ ત્રી સ્તુતિક ઉપાશ્રય ખાતે પહોંચી હતી.
જૈન સાધુ ભગવંતોએ ત્રી સ્તુતિક ઉપાશ્રય ખાતે પહોંચી ચર્તુમાસનો પ્રવેશ કાર્યો હતો. ત્યારે જૈન શ્રાવકોંએ જૈન મહારાજોને વિધિવત રીતે કામળી ઓઢાડી આવકાર્યાં હતાં. ત્યારબાદ જૈન ધર્મશાળા ખાતે જૈન સાધુઓએ ચતુર્માસ વિશેનું મહત્વ શ્રાવકોંને સમજાવ્યું હતું. આ પ્રસંગે વિદેશી શ્રાવકોંની સાથે જૈન સમાજનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.