ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં પાછોતરા વરસાદથી દાડમનો પાક બગડ્યો, ખેડૂતોને ભારે નુકસાન - Damage to farmers due to rains

પાટણઃ જિલ્લામાં તાજેતરમાં થયેલા વરસાદી માવઠાથી હજારો હેક્ટરમાં ઉભાલા દાડમના પાકને ભારે નુકસાન થયુ છે. તૈયાર થયેલા દાડમનો પાક સડી જતા ખેડૂતને લાખો રુપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

પાટણ જિલ્લામાં પાછોતરા વરસાદથી દાડમનો પાક બગડ્યો, ખેડૂતોને ભારે નુકસાન
પાટણ જિલ્લામાં પાછોતરા વરસાદથી દાડમનો પાક બગડ્યો, ખેડૂતોને ભારે નુકસાન

By

Published : Oct 27, 2020, 12:09 PM IST

  • વરસાદી માવઠાથી ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો
  • કમોસમી વરસાદથી દાડમના પાકમાં નુકસાન
  • ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન
  • પાક નુકસાનીથી જગતનો તાત બન્યો દેવાદાર

પાટણઃ જિલ્લામાં તાજેતરમાં થયેલા વરસાદી માવઠાથી હજારો હેક્ટરમાં ઉભાલા દાડમના પાકને ભારે નુકસાન થયુ છે. તૈયાર થયેલા દાડમનો પાક વરસાદી માવઠાથી સડી જતા ખેડૂતને લાખો રુપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

  • પાટણ જિલ્લામાં હજાર હેક્ટરમાં વાવેલો દાડમનો પાક બગડ્યો

રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાથી ખેડૂતોના પાક ધોવાય ગયા છે. ત્યારે પાટણ જિલ્લાના રાઘનપુર વિસ્તારમાં માવઠાંએ 1000 હેક્ટરમાં રહેલા દાડમનો પાક નાશ કરી દીધો છે. માવઠાથી દાડમના પાકમાં ઇયળ, જીવાત અને સડો આવી જતા દાડમનો પાક નિષ્ફળ ગયો છે.

પાટણ જિલ્લામાં પાછોતરા વરસાદથી દાડમનો પાક બગડ્યો
  • પાક નુકસાન થતા ખેડૂત બન્યો દેવાદાર

માવઠાંથી દાડમમાં સડો આવતા ખેડૂતોએ હોંસે હોંસે વાવેલા દાડમના છોડને ખેતરમાંથી કાઠવો પડી રહ્યો છે. માવઠાંની અસરથી ખેતરમાં ઉભા આંખો દાડમનો પાક નીષ્ફળ જતાં ખેડૂતને વઘુ એકવાર પડતા પર પાટુ પડ્યા જેવો ઘાટ સર્જાયો છે અને દાડમના પાકમાં નુકસાન થતા જગતનો તાત દેવાદાર બન્યો છે .

ABOUT THE AUTHOR

...view details