ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં કોરોના બેકાબૂ, નવા 122 કેસ નોંધાયા - corona update

પાટણમાં કોરોનાના સંક્રમણના કારણે વધતા કેસોને પગલે કોરોનાની બીજી લહેર ગંભીર સ્થિતિ તરફ આગળ વધી રહી છે . રોજેરોજ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડતા કોરોનાના કેસોથી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે .

પાટણમાં કોરોના બેકાબૂઃ નવા 122 કેસ નોંધાયા
પાટણમાં કોરોના બેકાબૂઃ નવા 122 કેસ નોંધાયા

By

Published : Apr 8, 2021, 3:13 PM IST

Updated : Apr 8, 2021, 5:40 PM IST

  • છેલ્લા એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો
  • જિલ્લામાં કુલ પોઝિટિવ આંક 5088 પર પહોંચ્યો
  • પાટણ શહેરમાં 45 કેસ નોંધાયા
  • પાટણ શહેરમાં પોઝિટિવ આંક 1652 પર પહોંચ્યો
  • કોરોનાની બીજી લહેરે તમામ રેકોર્ડ તોડ્યા

પાટણઃશહેર સહિત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ સતત બીજા દિવસે 100નો આંક વટાવી બુધવારે નવા 122 કેસ નોંધાવા પામ્યા છે. પાટણ શહેરમાં સ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી હોય તેવું દેખાઇ રહ્યું છે. જેને પગલે વહીવટીતંત્ર સાથે શહેરીજનોની ચિંતામાં પણ વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં ચડાવ - ઉતાર બાદ બુધવારે જિલ્લામાં 122 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટણ શહેરમાં 45 કેસ બહાર આવ્યા છે.

પાટણમાં કોરોના બેકાબૂઃ નવા 122 કેસ નોંધાયા

આ પણ વાંચોઃઓક્સિજનની માગમાં સતત વધારો, 70 ટકા રાજ્ય આરોગ્ય વિભાગ માટે અનામત રાખવા આદેશ

પાટણ શહેરમાં કુલ 1652 દર્દીઓ ઝપેટમાં આવ્યા છે

પાટણ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 6 , ચાણસ્મા શહેરમાં 3 અને તાલુકામાં 9, રાધનપુર શહેરમાં 6 , તાલુકામાં 3 , સિદ્ધપુર શહેરમાં 4 અને તાલુકામાં 12 , હારીજ શહેરમાં 5 અને તાલુકાના માલસુંદ ગામમા 7 અને જસલપુરમાં 1 , સાંતલપુર તાલુકામાં 4 , સરસ્વતી તાલુકામાં 8 અને સમી તાલુકામાં 9 કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 5088 ઉપર પહોંચ્યો છે. જયારે પાટણ શહેરમાં કુલ 1652 દર્દીઓ ઝપેટમાં આવ્યા છે.

આ પણ વાંચોઃજામનગર મહાનગરપાલિકાના ગેટ પર કોવિડ ટેસ્ટિંગ દરમિયાન 12 લોકો પોઝિટિવ

કોરોના પોઝિટિવ 27 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

348 શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટ હાલ પેન્ડીંગ છે. જયારે કોરોના પોઝિટિવ 27 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 462 હોમ આઇસોલેશન છે. આમ કોરોનાની બીજી લહેરે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારને પણ લપેટમાં લેતા લોકો તકેદારી નહીં રાખે તો કોરોના સમગ્ર જિલ્લામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે, તેમ હાલની સ્થિતિ પરથી લાગી રહ્યું છે.

Last Updated : Apr 8, 2021, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details