ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં કોંગ્રેસે બેરોજગારોની નોંધણીનો કર્યો પ્રારંભ - કોંગ્રેસે બેરોજગારોની નોંધણીનો પ્રારંભ કર્યો

પાટણ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ભારતમાં વધી રહેલા બેરોજગારીના સંકટને ઉજાગર કરવા એન.આર.યુના માધ્યમથી મિસકોલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મંગળવારે પાટણ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે બેરોજગાર યુવાન-યુવતીઓની નોંધણીનો પ્રારંભ કરવામા આવ્યો છે.

ETV BHARAT
પાટણમાં કોંગ્રેસે બેરોજગારોની નોંધણીનો પ્રારંભ કર્યો

By

Published : Jan 28, 2020, 4:40 PM IST

પાટણ: ભારત દેશમાં બેરોજગારીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આજે લાખોની સંખ્યામાં યુવાનો બેરોજગાર છે, ત્યારે કોંગ્રેસ દ્વારા મંગળવારથી સમગ્ર ભારતમાં એન.આર.યુના માધ્યમથી બેરોજગારોની નોંધણી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પાટણ જિલ્લા યુથ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને બેરોજગારી દૂર કરવા અને યુવાન ભારતીયોને અવાજ આપવાના અભિયાન અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ મોબાઈલથી મિસ કોલ કરી નોંધણી અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે યુથ કોંગ્રેસ પાટણના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા.

પાટણમાં કોંગ્રેસે બેરોજગારોની નોંધણીનો પ્રારંભ કર્યો

ABOUT THE AUTHOR

...view details