ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ શહેરમાં કોરોનાનો વઘુ એક નવો પોઝિટિવ કેસ - કોરોના વાઇરસના દર્દીની સંંખ્યા ગુજરાતમાં

પાટણ પંથકની સાથે સાથે હવે શહેરમાં પણ કોરોના વાઇરસના સંક્રમણે માઝા મૂકી હોય તેમ રોજ બરોજ પાટણ શહેરમાં કોરોના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસની અંદર શહેરમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 4 પર પહોંચ્યો છે અને જિલ્લામાં કુલ પોઝિટિવ કોરોના કેસની સંખ્યા 34 થઈ છે. જેને લઇ આરોગ્ય તંત્રની સાથે વહીવટીતંત્રમાં પણ હડકંપ મચી જવા પામી છે.

etv bharat
પાટણ: શહેરમાં કોરોના સંક્રમણ વધ્યુ વઘુ એક નવો પોઝિટિવ કેસ નોંધાયો

By

Published : May 15, 2020, 10:21 PM IST

પાટણ: શહેરમાં છેલ્લા ત્રણ દિવસની અંદર કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે, ત્યારે શુક્રવારના રોજ પાટણ શહેરના વોર્ડ નંબર-2માં આવેલા મોટીસરાય વિસ્તારમાં અમદાવાદથી આવેલા 26 વર્ષીય યુવતીને શરદી, ખાંસીના લક્ષણો જણાતા તેઓનો ધારપુર હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેના સેમ્પલ લેવામાં આવ્યા હતાં, ત્યારે શુક્રવારે સાંજે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પાટણ શહેરમાં ત્રણ દિવસમાં આ ચોથો પોઝિટિવ કોરોના કેસ પ્રકાશમાં આવ્યો હોવાની સાથે પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 34 પોઝિટિવ કોરોના કેસ નોંધાયા છે.

પાટણ: શહેરમાં કોરોના સંક્રમણ વધ્યુ વઘુ એક નવો પોઝિટિવ કેસ નોંધાયો

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મોટીસરાય વિસ્તારને નાકાબંધી કરી સેનેટાઈઝ દવાના છંટકાવ સાથે સંપર્કમાં આવેલા લોકોને કવોરોન્ટાઈન કરી વિસ્તારના લોકો કારણ વગર ઘરની બહાર ન નીકળે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details