ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ પંથકમાં હાઇવે પર લૂંટ ચલાવનારી ત્રિપુટી ઝડપાઇ - patan roberry

પાટણ અને અન્ય જિલ્લાના વિવિધ સ્થળોએ હાઇવે માર્ગો ઉપર કે સુનકાર રસ્તા ઉપરથી પસાર થતાં એકલદોકલ વાહનચાલકો કે રાહદારીઓને છરી બતાવી ધમકી આપી લૂંટી લેનાર ટોળકીના ત્રણ શખ્સોને પાટણ એલ.સી.બી પોલીસે ઝડપી લઇ તેઓની પાસેથી 1,14,310નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાટણ
પાટણ

By

Published : Feb 8, 2021, 9:14 AM IST

પાટણ જિલ્લાના ત્રણ ગુનાના ભેદ ઉકેલાયા
● પકડાયેલા ઈસમોએ બનાસકાંઠા અને મહેસાણામાં પણ ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત
● પાટણના કર્મકાંડી બ્રાહ્મણને હાઇવે ઉપર લૂંટવાના ગુનાનો ઉકેલાયો ભેદ

પાટણ: શિયાળાની ઠંડીના ચમકારા વચ્ચે તસ્કરોએ ઘરફોડ અને મંદિર ચોરીઓમાં હાથ અજમાવ્યો છે. તો કેટલાક અસામાજીક તત્વો એકલદોકલ વાહનચાલકો- રાહદારીઓને ડરાવી-ધમકાવી તેમની પાસેથી રોકડ સહિતની વસ્તુઓ લૂંટી લેવાના કિસ્સાઓ પણ વધતા જાય છે. ત્યારેે એલ.સી.બી પોલીસે એકલદોકલ વાહનચાલકો કે રાહદારીઓને છરી બતાવી ધમકી આપી લૂંટી લેનાર ટોળકીના ત્રણ શખ્સોને પાટણ એલ.સી.બી પોલીસે ઝડપી લીધી હતી.

આરોપીઓએ અન્ય 17 ગુનાઓની પણ કબૂલાત કરી

પાટણ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા દ્વારા તેમની ચુનંદી પોલીસ ટીમોને સક્રિય બનાવી આવા ગુનાઓ અટકાવવા અને થયેલા ગુનાઓના ભેદ ઉકેલવા કડક સૂચનાઓ આપતા પોલીસની ટીમો સક્રિય બની હતી. પાટણ એલ.સી.બી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળતા શંકાસ્પદ એવા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા અને આ ઈસમોની પૂછપરછ કરતા તેઓએ પાટણ આસપાસમાં એકલદોકલ પસાર થતા રાહદારી અને વાહન ચાલકોને આંતરી છરી જેવા હથિયારો બતાવી મોબાઈલ, રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના ઝૂંટવી લીધા હોવાના 17 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી.

ત્રિપુટી ઝડપાઇ

પહેલાની ચોરીઓનો પણ થયો પર્દાફાશ

પાટણ શહેરના રાણકીવાવ વિસ્તારમાં રહેતા અને કર્મકાંડ કરતાં જયેશકુમાર નરોત્તમદાસ શર્મા પણ ઓગસ્ટ મહિનામાં સાંઈબાબા ત્રણ રસ્તાથી માખણીયા ગામ નજીક સિંગલ પટ્ટી રોડ પરથી પસાર થતા હતા ત્યારે તેઓને આ ટોળકીએ રસ્તામાં આંતરી છરી બતાવી તેમની પાસેથી બે મોબાઈલ એક સોનાની ચેન તેમજ ATM મળી કુલ રૂ ૩૨,૭૦૦ લીધા હોવાના બનાવનો પણ પર્દાફાશ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details