ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં એક જ દિવસમાં કોરોનાના નવા 31 કેસ નોંધાયા, કુલ આંક 458 થયો - Number of passing corona

વૈશ્વિક મહામારી કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં 31 નવા કેસ સાથે કુલ આંક 458 થયો છે. જ્યારે પાટણ શહેરનો આંક 222 પર પહોંચ્યો છે.

પાટણમાં એક જ દિવસમાં નવા 31 કેસ નોંધાયા, કુલ આંક 458 પર પહોંચ્યો
પાટણમાં એક જ દિવસમાં નવા 31 કેસ નોંધાયા, કુલ આંક 458 પર પહોંચ્યો

By

Published : Jul 20, 2020, 10:20 PM IST

પાટણઃ જિલ્લામાં કોરોના બેકાબુ બની કહેર વર્તાવી રહ્યો છે. સોમવારે ઉછાળા સાથે 31 નવા પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. જિલ્લામાં 31 નવા કેસ સાથે કુલ આંક 458 થયો છે. જ્યારે પાટણ શહેરનો આંક 222 પર પહોંચ્યો છે.

પાટણમાં એક જ દિવસમાં નવા 31 કેસ નોંધાયા, કુલ આંક 458 પર પહોંચ્યો
પાટણમાં નોંધાયેલા કેસમા હિંગળાચાચર, મોટી ભાટિયાવાડ, ઝીણીપોળ જૂના પટેલના માઢમા 2 કેસ, સુભાષ ચોક વણકરવાસમા 2, અંબાજી નગર સોસાયટી, પીંડારીયાવાડો, તિરુપતિ બંગલોઝ, બળિયાપાડો, વાળીનાથ ચોકમાં ફોર્ચ્યુન હાઈટસ, મોટીસરામા હરિ નગર સોસાયટીમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ ઉપરાંત ચાણસ્મા તાલુકાના ખોરસમ અને કંબોઈ ગામમાં મુંબઈથી આવેલા 2 શખ્સો, ધીણોજ અને લણવા ગામમા 1-1 કેસ નોંધાયો છે. જ્યારે ચાણસ્મા શહેરમાં પ્રજાપતિવાસ અને કૃષ્ણ કુંજ સોસાયટી, સિદ્ધપુર શહેરમા ગંગાપુરામા 1 કેસ, નવાવાસમા 2 કેસ, સરસ્વતી તાલુકાના ધારુસણ ગામે, હારીજ તાલુકાના અડીયા ગામે, સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામે, અને સિદ્ધપુર તાલુકાના સેદરાણા ગામે કેસ નોંધાયા છે. પાટણ 12, સિદ્ધપુરમાં 3, ચાણસ્મામા 2, ધારપુરમા 2, ધીણોજ લણવા ધારુસણ અડીયા, સંખારી, સેધા કોલીવાડા,એક એક કોરોનાના કેસ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details