ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં પાટણના યુવાને હસ્તકલાના શોખને ફરી ઉજાગર કર્યો - Patan

કોરોના મહામારીના લોકડાઉનમાં સાવચેત લોકો પોતાના ઘરોમાં જ રહેવાનું યોગ્ય સમજી રહ્યાં છે. ત્યારે અમુક લોકો આ સમયનો સદુપયોગ પણ કરી રહ્યાં છે. પાટણમાં રહેતા હસ્તકલા કસબી અને ફ્રીહેન્ડ સ્કેચ બનાવવાનો શોખ ધરાવતાં યુવાને દેશના વડા પ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોના સ્કેચ બનાવી પોતાની કલાને નિખારવા સાથે લોકોને ઘરમાં રહેવાનો સંદેશ પણ આપ્યો છે.

લોક ડાઉનમાં પાટણના યુવાને હસ્તકલાના શોખને ફરી ઉજાગર કર્યો
લોક ડાઉનમાં પાટણના યુવાને હસ્તકલાના શોખને ફરી ઉજાગર કર્યો

By

Published : May 14, 2020, 5:29 PM IST

પાટણઃ હાહાકાર મચાવનાર કોરોના વાઇરસે લોકોને ઘરમાં રહેવા માટે મજબૂર કર્યા છે. ત્યારે લૉકડાઉને ભેટમાં આપેલાં સમયનો સદુપયોગ પણ થઈ શકે છે. પાટણ શહેરના અંબાજીનગર સોસાયટીમાં રહેતાં અનિલભાઈ સુથારે લોકડાઉનમાં મળેલા સમયનો એવો સદુપયોગ કર્યો છે. કોલેજકાળમાં ફ્રી હેન્ડ સ્કેચ બનાવવાનો શોખ રાખતા આ યુવાને અભ્યાસ બાદ બાપદાદાનો વારસાગત સુથારીકામનો ધંધો અપનાવી લેતા સ્કેચ બનાવવાનો આ શોખ સમયના અભાવે વિસરાઈ ગયો હતો. પરંતુ લોકડાઉનના કારણે ધંધો બંધ થતા દિવસરાત ઘરમાં જ પસાર કરવાનો વખત આવતાં સ્કેચ બનાવવાનો શોખ ફરી જાગી ઉઠ્યો તેમણે ફરી પેન્સિલ પકડી સ્કેચ બનાવવાનું શરૂ કર્યુ.

લોક ડાઉનમાં પાટણના યુવાને હસ્તકલાના શોખને ફરી ઉજાગર કર્યો
આ યુવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ, બૉલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન, પાટણના સ્થાનિક નેતા અને પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ, પાટણ ધારાસભ્ય ડો.કિરીટ પટેલ, નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ સહિત પોતાના મિત્રો અને સગાસંબંધીઓની તસ્વીરો ઉપરથી રેખા ચિત્ર દોરી આબેહૂબ સ્કેચ તૈયાર કર્યા છે. જે સ્કેચ જોઈ સૌ કોઈ આ યુવાનની કલાને બિરદાવી રહ્યાં છે.અત્યાર સુધીમાં અનિલભાઈએ 50થી વધુ રેખાચિત્રો દોર્યા છે. જેમાં ઘરમાં રહો સુરક્ષિત રહોનો સંદેશ પણ લોકોને આપ્યો છે.
લોક ડાઉનમાં પાટણના યુવાને હસ્તકલાના શોખને ફરી ઉજાગર કર્યો
અનિલભાઈએ બનાવેલું પોતાનું રેખાચિત્ર નિહાળી નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલ દંગ બન્યાં હતાં. તેઓએ અનિલભાઈની કલાકારીગરીની સરાહના કરી હતી સાથે જ અનિલભાઈમાંથી પ્રેરણા લઈ આજના યુવાનો પોતાને મળેલ સમયનો સદુપયોગ કરી કલાકૌશલ્ય નિખારે તેવો અનુરોધ કર્યો હતો.
લોક ડાઉનમાં પાટણના યુવાને હસ્તકલાના શોખને ફરી ઉજાગર કર્યો
લૉકડાઉન દરમિયાન ઘરમાં રહીને પોતાની કલાને ઉજાગર કરનારા પાટણના અનિલભાઈ વર્તમાન સમયમાં સતત સોશિઅલ મીડિયામાં દિવસરાત મગ્ન રહેતાં યુવાનો માટે એક પ્રેરણારૂપ છે.

ABOUT THE AUTHOR

...view details