ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાટણ જિલ્લાના 12,371 લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર - special story

સરકાર દ્વારા ઘરવિહોણા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)અમલમાં મૂકવામાં આવી છે. જે પાટણ જિલ્લાના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. આ યોજના હેઠળ પાટણ જિલ્લામાં 12,371 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. જેમાંથી અત્યાર સુધીમાં 11, 025 આવાસોનું નિર્માણ પૂર્ણ થયું છે અને લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં મકાન પેટેની સહાય ચૂકવવામાં આવી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાટણ જિલ્લાના 12,371 લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાટણ જિલ્લાના 12,371 લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર

By

Published : Sep 25, 2020, 9:20 PM IST

પાટણ: દરેક વ્યક્તિ પોતાના ઘરનું સ્વપ્ન જોતો હોય છે પરંતુ મોંઘવારીના આ સમયમાં દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે ઘરનું ઘર હોવું એ ખૂબ અઘરૂ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2016માં ઘરવિહોણા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે. જે પાટણના ઘરવિહોણા લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાટણ જિલ્લાના 12,371 લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર

પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કાર્યરત કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ પાટણ જિલ્લાને છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 12,439 આવાસોની ફાળવણી કરવામાં આવી છે. જે પૈકી 12, 371 લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે તેમજ 11,025 આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે તાલુકા પંચાયત કચેરી મારફતે આવા લાભાર્થીઓને ફોર્મ ભરાવી ત્રણ હપ્તામાં કુલ રૂ 1,49,280 ની સહાય તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જો લાભાર્થી ઇચ્છે તો રૂ 70,000ની બેંક લોન પણ મેળવી શકે છે. તેમજ કોઈ લાભાર્થી છ મહિનામાં જ આવાસનું બાંધકામ પૂર્ણ કરે તો મુખ્યપ્રધાનની પ્રોત્સાહક સહાય યોજના હેઠળ 20 હજારની વધારાની સહાય પણ મેળવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાટણ જિલ્લાના 12,371 લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર

પાટણ જિલ્લામાં અત્યાર સુધી 123.71 કરોડની આવાસની સહાય લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવી છે. પાટણ જિલ્લામાં વર્ષ 2020- 21માં નવા 890 આવાસો બનાવવાનો લક્ષ્યાંક સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાટણ જિલ્લાના 12,371 લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર ના ઘરનું સ્વપ્ન સાકાર થતાં કેટલાય લાભાર્થીઓ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. સરકારની દીર્ઘદ્રષ્ટી તથા ગરીબો પ્રત્યેની કાળજીને આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બિરદાવી રહ્યા છે. પાટણ તાલુકાના સમોડા ગામના એક લાભાર્થીએ જણાવ્યું હતું કે તેણે સ્વપ્ને પણ વિચાર્યું ન હતું કે તમામ સુવિધાઓથી સજ્જ ધાબાવાળા મકાનમાં રહેવા મળશે પણ વડાપ્રધાન દ્વારા અમારા જેવા ગરીબો માટે અમલમાં મૂકવામાં આવેલી આ યોજનાથી ઝુંપડપટ્ટી તેમજ ભાડા ભરવામાંથી મુક્તિ મળી છે.

પાટણથી ભાવેશ ભોજકનો વિશેષ અહેવાલ.

ABOUT THE AUTHOR

...view details