ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં રોગચાળો : ડેન્ગ્યુ સહિત મચ્છર અને પાણીજન્ય રોગચાળાના દર્દીઓ ઊભરાયાં - Patan Civil Surgeon

પાટણ શહેરમાં વરસાદ બાદ ગંદકીના સામ્રાજ્ય અને પાણી ભરાઈ રહેવાના કારણે શહેરમાં વાયરલ ઇન્ફેક્શન (Viral infection) પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ દેખા દેતા સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી (mosquito and waterborne diseases in Patan ) ઉભરાઈ રહી છે. પાટણ જનરલ હોસ્પિટલમાં રોજના 400 જેટલા દર્દીઓની ઓપીડી રહે છે. જેમાંથી 30 જેટલા દર્દીઓને રોજ દાખલ (Hospitals overflowed with patients) કરવા પડે છે.

પાટણમાં રોગચાળો : ડેન્ગ્યુ સહિત મચ્છર અને પાણીજન્ય રોગચાળાના દર્દીઓ ઊભરાયાં
પાટણમાં રોગચાળો : ડેન્ગ્યુ સહિત મચ્છર અને પાણીજન્ય રોગચાળાના દર્દીઓ ઊભરાયાં

By

Published : Aug 3, 2022, 2:14 PM IST

પાટણ - પાટણ શહેરમાં ગત સપ્તાહે પડેલા સતત વરસાદ બાદ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સાફ-સફાઈ અને નિયમિત રીતે જંતુનાશક દવાઓનો છંટકાવ ન કરવાને કારણે મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ (mosquito and waterborne diseases in Patan )વધ્યો છે. તો બીજી તરફ ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરને કારણે દૂષિત પાણી ભરાઈ રહેવાની સમસ્યા પણ વકી છે.

પાટણ જનરલ હોસ્પિટલમાં રોજના 400 જેટલા દર્દીઓની ઓપીડી રહે છે

દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો -આ કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ (mosquito and waterborne diseases in Patan )શહેરમાં દેખાદેતા ડેન્ગ્યુ મેલેરીયા, ટાઈફોડ, વાયરલ ઈન્ફેક્શન તથા જાડા ઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. શહેરના મહોલ્લા પોળોમાં આવેલ દવાખાનાઓ, ખાનગી અને સરકારી હોસ્પિટલો આવા દર્દીઓથી ઉભરાઈ (Hospitals overflowed with patients ) રહી છે.

આ પણ વાંચોઃ જિલ્લામાં ગણદેવી તાલુકામાં પાણીજન્ય રોગચારા ફેલતા અટકાવવા આરોગ્ય વિભાગ એકશન મોડમાં

સરેરાશ 400 જેટલા દર્દીઓની ઓપીડી -પાટણ સિવિલ સર્જન (Patan Civil Surgeon) ડો.આર.સી ઠક્કરે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં રોજ સરેરાશ 400 જેટલા દર્દીઓની ઓપીડી (Hospitals overflowed with patients ) રહે છે જેમાં પાણીજન્ય રોગચાળો (mosquito and waterborne diseases in Patan )અને વાયરલના કેસો (Viral infection) વધુ રહે છે જેમાં ગંભીર લક્ષણ ધરાવતા 31 દર્દીઓને પ્રતિદિન ઇન્ડોર દર્દી તરીકે હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ પાણીજન્ય રોગને અટકાવવા તંત્ર એક્શનમાં, ઘરે ઘરે જઈને કર્યું આ કામ

ડેન્ગ્યુના ટેસ્ટ કરાવતા 10 પોઝિટિવ -ગત તા. 25/ 7/ 2022 થી 31/ 7 /2022 સુધીમાં ડેન્ગ્યુના શંકાસ્પદ લક્ષણ ધરાવતા 60 દર્દીઓના ટેસ્ટ કરાવતા 10 પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે દાખલ (mosquito and waterborne diseases in Patan ) કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ટાઈફોઇડના 112 ટેસ્ટમાંથી 3 પોઝિટિવ આવ્યા હતા. મેલેરિયાના 378 અને કમળાના 40 ટેસ્ટ (Hospitals overflowed with patients ) કરાયા હતા પરંતુ આ દર્દીઓમાંથી એક પણ પોઝિટિવ આવ્યો ન હતો.

ABOUT THE AUTHOR

...view details