ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણની હોસ્પિટલો વાઇરલ ફીવરના દર્દીઓથી ઉભરાઇ

પાટણમાં ઠેર-ઠેર ઉભરાતી ગટરો અને મચ્છરોના ઉપદ્રવથી મોહલ્લા પોળોના નાકે આવેલી ફિઝિશિયન તબીબોની ક્લિનિક તેમજ સિવિલ હોસ્પિટલો વાઇરલ ફીવરના દર્દીઓથી ઊભરાઈ રહી છે. હાલ પાટણ સિવિલ હોસ્પિટલમાં સીઝનલ ફ્લૂનો શિકાર બનેલા 11 દર્દીઓ દાખલ છે. આ ઉપરાંત શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ કેટલાક દર્દીઓ દાખલ થઈ સારવાર લઇ રહ્યા છે.

પાટણની હોસ્પિટલો વાઇરલ ફીવરના દર્દીઓથી ઉભરાઇ
પાટણની હોસ્પિટલો વાઇરલ ફીવરના દર્દીઓથી ઉભરાઇ

By

Published : Aug 13, 2021, 12:43 PM IST

  • સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં એક જ 3126 દર્દીઓએ લીધી સારવાર
  • 11 દર્દીઓ હોસ્પીટલમાં છે દાખલ
  • ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની ભીડ
  • બે બાળકો ડેન્ગ્યુ પોઝિટિવ

પાટણ: શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તાવ, શરદી અને ખાંસીના દર્દીઓમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. મોહલ્લા પોળોના નાકે આવેલી ફિઝિશિયન તબીબોની ક્લિનિક તથા ખાનગી હોસ્પિટલો આવા દર્દીઓથી ઊભરાઈ રહી છે, તો શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં પણ વાઇરલ ફીવરના દર્દીઓ વધ્યા છે.

પાટણની હોસ્પિટલો વાઇરલ ફીવરના દર્દીઓથી ઉભરાઇ

આ પણ વાંચો- કોરોનાનો ડર : નજીવી ખાંસી-શરદીમાં લોકો હેલ્પલાઇન પર કોલ કરીને પૂછે છે, સાહેબ મને કોરોના તો નથી ને?

78 નાના બાળકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે

પાટણ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં વાઇરલ ફીવરના 3126 દર્દીઓએ ઓપીડીમાં સારવાર મેળવી છે. જેમાંથી 944 બાળકોનો સમાવેશ થાય છે. સરેરાશ રોજના 180 દર્દીઓ, જ્યારે 78 નાના બાળકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

પાટણની હોસ્પિટલો વાઇરલ ફીવરના દર્દીઓથી ઉભરાઇ
આ પણ વાંચો- શરદી-તાવ, ફ્લુ અને Covid-19ના લક્ષણો વચ્ચેનો ભેદ કઈ રીતે સમજશો, જાણી લો...

તકેદારીના ભાગરૂપે દર્દીઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે

પાટણ સિવિલ હોસ્પિટલના AHA ડો. હિમાંશુ દવેએ જણાવ્યું હતું કે, હાલમાં વાઇરલ ફીવરના દર્દીઓની સંખ્યા વધી છે, જેમાં મોટાભાગના તાવ, શરદી અને ખાંસીના સીઝનલ ફ્લૂના દર્દીઓ હોય છે, છતાં તકેદારીના ભાગરૂપે દર્દીઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે. વાયરલ ફિવરના 11 અને બે નાના બાળકોને ડેન્ગ્યુ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details