પાટણ: પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના (Hemchandracharya North Gujarat University) વહીવટી ભવન ખાતે શુક્રવારના રોજ કારોબારી સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં એજન્ડા પરના કામો ઉપરાંત યુનિવર્સિટીના બહુચર્ચિત MBBS ગુણ કૌભાંડની (HNGU University MBBS marks scam) તાપસ કરેલ એન એચ ખેર દ્વારા તૈયાર કરવામાં આવેલ ખાતાકીય તપાસનો જે અહેવાલ પ્રાપ્ત થયો હતો તેને ખોલવાની સવૉનુમતે તજવીજ હાથ ધરવામાં આવી (chancellor of the university proved negligent) હતી. જેમા આ કૌભાંડમાં યુનિવર્સિટીનાં ડો જે.જે વોરાની (chancellor of the university J J Vora) ગંભીર પ્રકારની બેદરકારી હોવાનું ધ્યાને આવતા કારોબારી સમિતી દ્વારા આ અહેવાલને તપાસ ચલાવી રહેલ CID ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરવાનું સવૉનુમતે નક્કી કરાયું હતું.
શું હતો મામલો?:યુનિવર્સિટીમાં વર્ષ 2018 માં MBBSના પ્રથમ વર્ષના ત્રણ નાપાસ વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલી ગુણ સુધારણા કરી પાસ કરવાનું કૌભાડ 2020 માં કારોબારી સમિતિમાં બહાર આવ્યા બાદ આ બાબતે સરકારે તપાસ કરાવી કોભાંડ થયું હોવાનું સાબિત થતા CIDને તપાસ સોંપાઈ હતી. બીજી તરફ કારોબારી દ્વારા ખાતાકિય તપાસ 2021માં સિદ્ધપુર ગ્લોબલ યુનીવર્સીટીના પૂર્વ કુલપતિ એચ.એન.ખેરની કમિટીને સોંપવામાં આવી હતી. તપાસનો દોર એક વર્ષ ચાલ્યા બાદ અંતે કુલપતિની નિવૃત્તિ પહેલા વર્ષના અંતમાં 28 ડિસેમ્બરે કમિટીએ તપાસ રિપોર્ટ યુનિવર્સિટીમાં જમા કરાવતા શુક્રવારે કારોબારીમાં રજૂ કરાયો હતો. કુલપતિ સામે તપાસ હોઈ તેમને કારોબારીમાંથી બહાર મૂકી સિનિયર EC સભ્ય દિલીપ ચૌધરીને અધ્યક્ષ બનાવી રિપોર્ટ રજૂ કરી ઇસી સભ્યોએ વંચાણે લીધો હતો. જેમાં MBBS ગુણ સુધારણા કૌભાંડમાં કુલપતિ જે જે વોરા સીધા દોષિત હોય તેવા પુરાવા મળ્યા નથી ફક્ત તેમની ગંભીર પ્રકારની બેદરકારી જ રિપોર્ટમાં સામે આવી હોય તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવા માટે તેમને નોટિસ આપવા કારોબારીએ નિર્ણય લીધો છે તેવું રજીસ્ટ્રાર ડૉ. રોહિત દેસાઈએ જણાવ્યુ હતું.
આ પણ વાંચોનવા વર્ષની શરૂઆતમાં અમૂલે આપી પશુપાલકોને ભેટ, દુધની ખરીદ કિંમતમાં વધારો