- HNGU યુનિવર્સીટીમાં ઓનલાઈન પરીક્ષાઓ લેવાશે
- ત્રણ તબક્કામાં પરીક્ષા લેવાશે
- 41 જેટલી પરીક્ષાઓ 8 જૂનથી શરૂ થશે
પાટણ : કોરોનાની મહામારીને કારણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા ઓક્ટોબર- ડિસેમ્બર 2020માં સ્થગિત કરેલ પરીક્ષાઓ તેમજ માર્ચ - જૂન 2021ની સ્નાતક કક્ષાની સેમેસ્ટર 2, 4 અને 6 તથા અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર- 2 અને સેમ- 4ની પરીક્ષાઓ ઓનલાઇન પદ્ધતિથી MCQ પ્રશ્નો દ્વારા લેવાનું નક્કી કરેલું છે. આ તમામ 41 જેટલી પરીક્ષાઓ 8મી જૂનથી ત્રણ તબક્કામાં લેવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કો તારીખ 8-6-2021થી ચાલુ થશે. જેમાં જુદી જુદી 17 પરીક્ષાઓ લેવાશે. આ પરીક્ષાઓ પૂર્વે બે મોક ટેસ્ટ લેવાશે, ત્યારબાદ બીજા તબક્કાની 9 પરીક્ષાઓ 19 જૂનથી ચાલુ થશે અને ત્રીજા તબક્કામાં લેવાનારી 15 પરીક્ષાઓ તા. 1-7-2021થી શરૂ થશે.
આ પણ વાંચો : પાટણની HNGU અને ઈન્દોરની SAGE યુનિવર્સિટી વચ્ચે MOU