- પાટણHNG યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં કર્યો નિર્ણય
- અનુસ્નાતક સેમિસ્ટર- 2 માં 50 ટકા ફી ઘટાડો કરવા કર્યો પરિપત્ર
- સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને 50 ટકા ફી લેવા યુનિવર્સિટીએ કર્યો પરિપત્ર
પાટણ: વૈશ્વિક કોરોના મહામારીને કારણે શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ થઇ શકયો ન હતો. જેને લઇને યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં અનુસ્નાતક સેમ- 2 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ફી ભર્યા બાદ પરીક્ષાઓ રદ કરી આ વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રોગ્રેસન આપવામાં આવ્યું છે. તેમજ વર્ષ દરમિયાન કોલેજો બંધ હોવાને કારણે અભ્યાસ પણ થઇ શક્યો નથી તથા ઓનલાઈન અભ્યાસક્રમમાં પણ વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી હતી. તેમ જ પ્રેક્ટિકલ થયા નથી માટે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઈને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોએ વિદ્યાર્થીઓ પાસેથી જે ફી વસૂલ કરી છે તેની 50 ટકા કરવા પરિપત્ર કરી સંલગ્ન કોલેજોને આ પરિપત્ર મોકલી આપ્યો છે અને તેનો ચુસ્તપણે અમલ કરવા કોલેજના આચાર્યોને તાકીદ પણ કરવામાં આવી છે.
પાટણની HNG યુનિવર્સિટીએ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોના અનુસ્નાતક સેમ- 2 ના વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ કરી આ પણ વાંચો: પાટણ યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં 55 પરીક્ષાઓ OMR સીટ દ્વારા ઓફલાઈન લેવાશે
યુનિવર્સિટીના આ નિર્ણયથી અંદાજે 25 હજાર જેટલા વિદ્યાર્થીઓને થશે લાભ
સેમ- 3 માં જે વિદ્યાર્થીઓએ પૂરેપૂરી ફી ભરી છે તેઓને 50 ટકા પરત આપવી, તેમજ જે વિધાર્થીઓએ ફી નથી ભરી તેવા વિદ્યાર્થીઓ પાસેથી 50 ટકા ફી લેવા નિર્ણય કરાયો છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં કરવામાં આવેલા આ પરિપત્રથી યુનિવર્સિટી સંલગ્ન 270 જેટલી સેલ્ફ ફાયનાન્સ કોલેજોના અંદાજે 25 હજાર જેટલા વિદ્યાર્થીઓને તેનો લાભ થશે. યુનિવર્સિટીના કુલપતિ ડો. જે.જે.વોરાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે અનુસ્નાતક સેમેસ્ટર- 2 માં વર્ગખંડમાં અભ્યાસ થઇ શકયો ન હતો. અભ્યાસક્રમ ઓનલાઇન ચાલ્યો હતો. પ્રેક્ટીકલમાં પણ વિદ્યાર્થીઓએ મુશ્કેલી અનુભવી હતી. જેથી યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતક સેમેસ્ટર- 2 માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. અભ્યાસક્રમ થઇ શક્યો ન હોવાને કારણે તેમજ વિદ્યાર્થીઓને પડેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ 50 ટકા ફી લેવાનો નિર્ણય કર્યો છે.
પાટણની HNG યુનિવર્સિટીએ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોના અનુસ્નાતક સેમ- 2 ના વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ કરી આ પણ વાંચો: પાટણ HNG યુનીવર્સિટી દ્વારા ખેડૂતોને વળતર ન ચૂકવાતા મિલકત જપ્ત કરવા કોર્ટનો હુકમ
- અગાઉ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HGNU) દ્વારા 20 સપ્ટેમ્બરથી સેમેસ્ટર 4 અને 6 ની 23 અને 28 સપ્ટેમ્બરથી સ્નાતક કક્ષાની સેમિસ્ટર 2 અને 4 તથા અનુસ્નાતક કક્ષાની સેમિસ્ટર 2 ની પરીક્ષા MCQ પદ્ધતિથી OMR શીટ દ્વારા ઓફલાઈન લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની કોલેજોના 18 પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 50 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.