ગુજરાત

gujarat

ETV Bharat / state

Foundation Day Patan: ઐતિહાસિક પાટણ નગરી 665 વર્ષ સુધી ગુજરાતની રાજધાની રહ્યો

આજે છે પાટણનો સ્થાપના દિવસ. ત્યારે રાજપૂત સમાજ અને પાટણ નગરપાલિકા તેમજ વિવિધ સંસ્થાઓ ભવ્ય ઉજવણી કરવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. જાણો શું છે પાટણનો ઐતિહાસિક ઇતિહાસ.

Foundation Day Patan: ઐતિહાસિક પાટણ નગરી 665 વર્ષ સુધી ગુજરાતની રાજધાની રહ્યો
Foundation Day Patan: ઐતિહાસિક પાટણ નગરી 665 વર્ષ સુધી ગુજરાતની રાજધાની રહ્યો

By

Published : Feb 13, 2023, 1:53 PM IST

Foundation Day Patan: ઐતિહાસિક પાટણ નગરી 665 વર્ષ સુધી ગુજરાતની રાજધાની રહ્યો

પાટણ:ગુજરાત રાજ્યની સૌપ્રથમ રાજધાની રહી ચૂકેલ ઐતિહાસિક પાટણ નગરના સ્થાપના દિનની ઉજવણીને લઈને અખિલ ગુજરાત રાજપૂત સમાજ અને પાટણ નગરપાલિકા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા સ્થાપના દિનની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવા માટે તૈયારીઓ કરવામાં આવી છે.

આજે છે પાટણનો સ્થાપના દિવસ

પાટણનો ઇતિહાસ:દક્ષિણના ચાલુક્ય રાજવી ભુવડ સામે વનરાજના પિતા અને પંચાસરના રાજવી જયશિખરી ચાવડાની હાર થતાં માતા રૂપસુંદરી જે મુલતાનની રાજકુવરી હતા. તેમણે વનમાં જઈને વનરાજને જન્મ આપ્યો. ત્યાં જ તેનો ઉછેર કર્યો હતો. જેથી તેનું નામ વનરાજ પડ્યું હતું. બાળપણમાં શૌર્યવાન મામા સુરપાળ, જૈન મુનિ શીલગુણસુરીજી તથા ભીલોના સાથ સહકારથી તાલીમ મેળવી હતી.

પાટણ નગરપાલિકા તેમજ વિવિધ સંસ્થાઓ ભવ્ય ઉજવણી કરવા માટે તૈયારીઓ

આ પણ વાંચો Saraswati temple: વિધ્યાની દેવીના મંદિરની દુર્દશા, રાજ્યનું એક માત્ર સરસ્વતીનું સ્થાનક ખંઢેર

પાટણ નગરની સ્થાપના:પંચાસર રાજ્ય માટે વર્ષો સુધી બહારવટાની લડાઈઓ લડી હતી. અનેક સંઘર્ષો કર્યા બાદ આખરે વનરાજનો સંપૂર્ણ વિજય થયો હતો. યુદ્ધની નીતિની વ્યૂહ રચનાઓ અણહિલ ભરવાડ અને ચાંપા વાણીયાએ કરી હતી. તેથી પોતાના સાથી અને મિત્રની યાદમાં વનરાજ ચાવડાએ વિક્રમ સંવત 802માં મહાવદ સાતમના દિવસે પાટણ નગરની સ્થાપના કરી હતી. પોતાના બીજા મિત્ર ચાપા વાણિયાની યાદમાં ચાંપાનેરની સ્થાપના કરી હતી. 60 વર્ષનું શાસન ભોગવીને 110 વર્ષની ઉંમરે વિક્રમ સંવત 862માં આ મહાન સમ્રાટ વનરાજ ચાવડાનું નિધન થતા યુવરાજ યોગરાજે પાટણની ગાદી સંભાળી હતી.

આજે છે પાટણનો સ્થાપના દિવસ.

આ પણ વાંચો Foreign birds in Winter: પાટણ પાસે આવેલા કોડધાના વાડીલાલ તળાવમાં વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન

સિદ્ધરાજે પાટણના સીમાડા વધાર્યા:વિક્રમ સંવત 802 થી 1467 સુધી એટલે કે 665 વર્ષ સુધી પાટણ એ ગુજરાતની રાજધાની રહ્યું હતું. ચાવડા વંશ બાદ સોલંકી વંશના પ્રતાપી રાજા સિધ્ધરાજ જયસિંહ 49 વર્ષ સુધી શાસન કર્યું હતું. પોતાના શાસનકાળ દરમિયાન સિધ્ધરાજ જયસિંહ પશ્ચિમ ભારત સર કરી પાટણના સીમાડા વધાર્યા હતા. તારીખ 13 ફેબ્રુઆરી મહાવદ સાતમના દિવસે પાટણનો 1277મો સ્થાપના દિવસ છે.

આજે છે પાટણનો સ્થાપના દિવસ

વિરંજલી કાર્યક્રમ યોજાશે:રાજપુત સમાજ દ્વારા એમ એન હાઇસ્કુલ ખાતે સવારે વિરાંજલી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાન રાજવીઓને રાજપુત અગ્રણીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તેમજ ભૂચર મોરી સ્મારક ખાતે રાજપુત સમાજના યુવાનોએ તલવારબાજી કરી વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. તે યુવાનો દ્વારા તલવારબાજી પણ કરવામાં આવી છે. બપોરે 2:00 વાગે નગર દેવી કાલિકા માતાના મંદિર ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન થશે.

ઐતિહાસિક પાટણ નગરી 665 વર્ષ સુધી ગુજરાતની રાજધાની રહ્યો

સન્માન કરાશેઃ જે શહેરના રાજમાર્ગો પર થઈ બગવાડા દરવાજા ખાતે પહોંચશે. જ્યાં વીર વનરાજ ચાવડાના તૈલી ચિત્રને આગેવાનો દ્વારા માલ્યાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ સ્ટેજ કાર્યક્રમ યોજાશે. જેમાં વિવિધ રાજવીઓનું સન્માન કરવામાં આવશે. સાંજે ઐતિહાસિક રાણીની વાવ ખાતે રમત ગમત અને યુવા સંસ્કૃતિ વિભાગ ગાંધીનગર દ્વારા ભવ્ય ડાયરાનું આયોજન કરાયું છે. જેમાં રાજભા ગઢવી અને તેમનું વૃંદ ડાયરાની રમઝટ જમાવશે.

સુવર્ણકાળ રહ્યો:પાટણમાં સંવત 802 થી 998 સુધી એટલે કે 196 વર્ષ ચાવડા વંશે, 998 થી 1300 સુધી એટલે કે 302 વર્ષ સુધી સોલંકી વંશે અને ત્યારબાદ 56 વર્ષ વાઘેલા બનશે શાસન કર્યું હતું. જેમાં સોલંકી કાળએ ગુજરાતનો સુવર્ણ કાળ રહ્યો હતો. સોલંકી કાળમાં રાણીની વાવ,સહસ્ત્રલિંગ તળાવ, સિદ્ધપુરનો રુદ્ર મહાલય સહિતના અનેક ઐતિહાસિક સ્મારકો આજે પણ જોઈ શકાય છે.

ABOUT THE AUTHOR

...view details