પશ્વીમાભિમુખ પ્રવેશ દ્વાર ધરાવતું આ શિવાલય ઘુંમટ બંધ છે. શિવાલયની મૂળ જગ્યા આદ્ય જગદગુરૂ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત થઈ હોવાનું મનાય છે.પૌરાણીક ગ્રંથોમા જણાવ્યા મુજબ પાંડવોના વનવાસ દરમ્યાન ભીમે બકાસુર નામના દાનવનો વધ કરી આ નગરના લોકોને તેના ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી. ભીમે આ શિવલિંગ સ્થાપિત કર્યું હતું. તેથી આ શિવલિંગ બગેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. સમયાંતરે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામા આવતા આ જગ્યાનો વિકાસ થયેલ છે.
જાણો પાટણમાં આવેલ ઐતિહાસિક બગેશ્વર મહાદેવ મંદિર વિશે. - શિવાલય
પાટણ : ઐતિહાસિક અને પ્રાચીન પાટણ શહેરમા અનેક પૌરાણીક શિવ મંદિરો આવેલા છે. દરેક મંદિર સાથે ધાર્મિક માન્યતાઓ સંકળાયેલી છે.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આ શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠે છે. શહેરના હાર્દસમાન રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ બગેશ્વર મહાદેવ પણ અતિ પ્રાચીન છે. જ્યાં હજારોની સંખ્યામાં શિવભક્તો આધ્યાત્મિકતાનો અનુભવ કરે છે. પૌરાણીક ગ્રંથોમાં આ શિવમંદિરની અનેક કથાઓ પ્રચલિત છે. જેને કારણે આ શિવમંદિરનું વિશેષ મહત્વ જોવા મળી રહે છે. તો જોઇએ આ મંદિરનો વિશેષ અહેવાલ
ઐતિહાસિક અને પ્રાચીન પાટણ શહેરમાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે. દરેક મંદિર સાથે ધાર્મિક માન્યતાઓ સંકળાયેલી છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરેક શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠે છે. શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા બગેશ્વર મહાદેવ પણ અતિ પ્રાચીન છે. પશ્વીમાભિમુખ પ્રવેશ દ્વાર ધરાવતું આ શિવાલય ઘુંમટ બંધ છે. શિવાલયની મૂળ જગ્યા આદ્ય જગદગુરૂ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત થઈ હોવાનું મનાય છે.
પાટણના આ પ્રાચીન બગેશ્વર મહાદેવ પ્રત્યે શિવભક્તોને અનેરો લગાવ છે. આ મંદિર પરિસરમાં ભજન-કિર્તન ઉપરાંત ભોળાનાથની અલગ-અલગ આંગીઓ પણ કરવામાં આવે છે. શિવાલય મંડપ તથા ગર્ભગૃહમાં મંડલા સ્વરૂપની જળાધારીમાં બગેશ્વર મહાદેવનું મોટું બાણલિંગ સ્થાપિત છે.