ગુજરાત

gujarat

ETV Bharat / state

National Highway Accident: પીપરાણા હાઇવે ફરી રક્તરંજીત બન્યો, ટેલર અથડાતા બે વ્યક્તિઓના મોત - Highway Accident

સાંતલપુર હાઇવે ઉપર આજે વહેલી સવારે પીપરાણા ચેકપોસ્ટ નજીક બે ટેલર વચ્ચે અકસ્માત સર્જાતા સાંતલપુર હાઈવે ફરી રક્ત રંજિત થયો હતો. આ અકસ્માતમાં એક ટેલરના ડ્રાઇવર અને ક્લીનરનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા પોલીસે બંને મૃતકોને બહાર કાઢી પીએમ અર્થે સાંતલપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા.

National Highway Accident: પીપરાણા હાઇવે ફરી રક્તરંજીત બન્યો, ટેલર અથડાતા બે વ્યક્તિઓના મોત
National Highway Accident: પીપરાણા હાઇવે ફરી રક્તરંજીત બન્યો, ટેલર અથડાતા બે વ્યક્તિઓના મોત

By

Published : Mar 8, 2023, 8:09 PM IST

સાંતલપુર: પાટણ જિલ્લાના હાઈવે પર દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ટ્રક જેવા મોટા વાહનો અથડાતા જીવલેણ અકસ્માત લોકોનો ભોગ લઈ રહ્યા છે. રાધનપુરથી કચ્છને જોડતા હાઇવે માર્ગ પર આવેલા પીપરાણા ચેક પોસ્ટ અકસ્માત ઝોન બન્યો એવું ચિત્ર સામે આવ્યું છે. વીસ દિવસ અગાઉ સર્જાયેલ ત્રીપલ અકસ્માતમાં એકી સાથે સાત વ્યક્તિઓના મોત નીપજ્યા હતા.

આ પણ વાંચો:Bastar Gang Rape: બસ્તરમાં યુવતી પર ગેંગ રેપના 5 આરોપીઓની ધરપકડ, બે ફરાર

ટેલર અથડાયું:ફરી એકવાર હાઇવે રક્ત રંજિત બન્યો છે. મોરબીથી ટાઇલ્સો ભરીને ટેલર રાજસ્થાન તરફ જઈ રહયુ હતું. ત્યારે વહેલી સવારે આ ટેલર આડેસરથી પીપરાળા ચેકપોસ્ટ નજીક હાઇવે માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યુ હતું. તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર ટેલર ચાલકે સ્ટેરીગ પરનો કાબુ ગુમાવી આગળ જઈ રહેલી અન્ય એક ટેલરને પાછળના ભાગે ધડાકાભેર અથડાવતા ટેલરનો આગળનો ભાગ કચ્ચરઘાણ થઈ ગયો હતો.

અન્ય વાહનો અટક્યા: અકસ્માતને પગલે ટેલરમાં રહેલ ચાલક અને કંડકટરને ગંભીર જાઓ થતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અકસ્માતને પગલે હાઇવે માર્ગ ઉપરથી પસાર થઈ રહેલા અન્ય વાહનો થંભી ગયા હતા. બંને મૃતકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. તો ઘટનાની જાણ થતા સાંતલપુર પીઆઇ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બંને મૃતકોને મહામુસીબતે બહાર કાઢી પીએમ અર્થે સાંતલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા.

આ પણ વાંચો: Surat Crime : ખાનગી બસમાં ડ્રાઈવરને માર મારીને આંખો ફોડી નાખી, CCTVમાં કેદ થયા દ્રશ્યો

મોરબી થી ટાઇલ્સ ભરીને રાજસ્થાન તરફ જઈ રહેલી ટેલર આગળ જઈ રહેલી અન્ય એક ટેલરના પાછળના ભાગે ઘૂસી જતા ડ્રાઇવર અને કંડકટર બંનેના મોત નીપજ્યાં હતા પોલીસે ક્રેનની મદદથી બંને ટેલરોને દૂર કરી ગેસકટર વડે ટેલરના કેબીનનો ભાગ કાપીને બંને મૃતકોને પીએમ અર્થે સાંતલપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા બંને મૃતકો રાજસ્થાનના હોય પોલીસ દ્વારા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.---એચ.વી.ચૌધરી (સાંતલપુર પીએસઆઇ, ટેલીફોનિક વાતચીતના આધારે)

-ભવાનીશંકર રામપ્રસાદ મીણા રહે.રાણોતી રાજસ્થાન
- સુનિલ કુમાર મીણા સાવંતગઢ રાજસ્થાન

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details