ગુજરાત

gujarat

ETV Bharat / state

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં યુવા દિવસ ઉજવાયો - PATAN Youth Day celebrated

પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના બીબીએ, હોસ્પિટલ મેનેજમેન્ટ, એમ.એસ.સી .આઈ. ટી, એમ.બી.એ રસાયનવિજ્ઞાન અને લો વિભાગમાં યુવા દિનની ઉજવણી કરવામાં આવી હતી.

university
પાટણ

By

Published : Jan 12, 2020, 12:31 AM IST

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પૂર્વે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુલપતિ ડૉ.જે.જે.વોરા સહિતના તજજ્ઞોએ યુવા વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર અંગેનું માર્ગદર્શન આપ્યુ હતુ. સ્વામી વિવેકાનંદ એ ભારતના આધ્યાત્મિક મહાપુરુષ હતા. તેમના જીવનના એક પણ ગુણમાથી એકાદને આજનો યુવાન પોતાના જીવનમાં ઉતારે તો તેનું જીવન સફળ થઈ જાય. વિવેકાનંદે આજના યુવાનને સામર્થ્ય ગણાવ્યા હતા. અને તેઓને સાચી દિશામાં માર્ગદર્શન મળશે તો ચોક્કસ તેઓ ઉન્નત સમાજ નિર્માણ કરી શકશે.

પાટણ

દેશમાં ચાલતા વિવેકાનંદ કેન્દ્રો સમાજમાં યુવાનોને સાચી દિશા આપી રહ્યું છે. સ્વામી વિવેકાનંદ યુવા પેઢી માટે રોલ મોડલ તરીકે હોવા જોઈએ. તેમ જણાવી તેમના આધ્યાત્મિકવાદ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. યુનિવર્સીટીના વિવિધ વિભાગોમાં કુલદીપભાઈ લોહાણા,હાર્દિકભાઈ પટેલ, જીતુભાઇ નાયી વગેરે વક્તાઓએ સ્વામી વિવેકાનંદના વિચારો પર યુવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details