- ઓનલાઇન પરીક્ષાની માગ સાથે HNGUના વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા
- યુનિવર્સિટીમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઇ નિર્ણય નહીં
- યુનિવર્સિટીએ કોઈ નિર્ણય ન કરતા વિદ્યાર્થીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું
પાટણ :શહેરમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કેટલીક પરીક્ષાઓ કોરોના મહામારી વચ્ચે ઓફલાઈન લેવાનો નિર્ણય કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઇ છે. ત્યારે B.A., B.Com. સેમેસ્ટર-5 અને M.Sc. ITની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે તેવી માંગણી સાથે સતત બીજા દિવસે પણ વિદ્યાર્થીઓએ પ્રતિક ઉપવાસ ચાલુ રાખ્યા હતા અને વિવિધ બેનરો સાથે વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી ભારે હંગામો મચાવ્યો હતો. જ્યાં સુધી યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષાનો નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ આ ભુખ હડતાલ ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારી છે.