ગુજરાત

gujarat

ETV Bharat / state

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ NSUI ની Merit Based Progression ની માગ સ્વીકારી - Hemchandracharya North Gujarat University

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રોગ્રેશનની માંગણીને લઇને NSUI દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં મેરીટ બેઝ પ્રોગ્રેશન આપવાનો નિર્ણય કર્યો છે. જેને લઇ NSUI ના આગેવાનો કાર્યકરોએ યુનિવર્સિટીના કુલપતિનુ અભિવાદન કરી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.

Latest news of Patan
Latest news of Patan

By

Published : Jul 27, 2021, 7:08 PM IST

  • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ NSUI ની માગ સ્વીકારી
  • NSUI દ્વારા મેરીટ બેઝ પ્રોગ્રેશન મુદ્દે કરાઈ હતી રજૂઆત
  • PG અને UG ની પરીક્ષાઓમાં મેરીટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવે તેવી કરાઈ હતી માગ
  • EC ની મળેલી બેઠકમાં બે દિવસમાં નિર્ણય જાહેર કરવાની આપી હતી ખાતરી

પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ની સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા અનુસ્નાતક (PG) સેમેસ્ટર-2 ના વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રોગ્રેશન (merit based progression) આપવામાં આવે તેવી માગ NSUI દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં કોઈ નિર્ણય ન લેવાતા સોમવારે યુનિવર્સિટી (University) ખાતે યોજાયેલી EC બેઠક દરમિયાન ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી (University) ખાતે એકત્ર થયા હતા અને ભારે વિરોધ પ્રદર્શન કરી મેરીટ બેઝ પ્રોગ્રેશન (merit based progression) ની માગ કરી હતી. જેને લઇને યુનિવર્સિટી (University) ના EC મેમ્બરો અને સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લઇ PG તેમજ UG ની પરીક્ષાઓમાં મેરીટ બેઝ પ્રોગ્રેશન (merit based progression) આપવામાં આવે તેના ઉપર સકારાત્મક (positive) નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઇ NSUI ના કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ NSUI ની મેરીટ બેઝ પ્રોગ્રેશનની માગ સ્વીકારી

આ પણ વાંચો: પાટણની મોડાસા કોલેજમાં LLBની પરીક્ષા આચાર્યના બદલે પટાવાળાએ આપી હોવાનો આક્ષેપ

NSUI ના કાર્યકરોમાં ખુશીની લહેર

યુનિવર્સિટી (University) દ્વારા વિદ્યાર્થીઓ (Students) ના હિતમાં નિર્ણય લઇ NSUI ની માગ સ્વીકારતા NSUI ના આગેવાનો કાર્યકરો યુનિવર્સિટી ખાતે એકત્ર થઇ ફટાકડા ફોડી કુલપતિ (vice chancellor) નો આભાર વ્યક્ત કર્યો હતો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ NSUI ની મેરીટ બેઝ પ્રોગ્રેશનની માગ સ્વીકારી

આ પણ વાંચો: ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બાળક બુદ્ધિથી નિર્ણયો કરતા હોવાનો આક્ષેપ

ABOUT THE AUTHOR

...view details