ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં એક કલાકમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ વરસ્યો - ઇટીવી ભારત ન્યુઝ

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગુરુવારે સાંજના સમયે પાટણમાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. જેથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. એક કલાક સુધી પડેલા ધોધમાર વરસાદને પગલે શહેરનું જનજીવન પ્રભાવિત થયું હતું.

Heavy rain
પાટણમાં ધોધમાર વરસાદ

By

Published : Aug 20, 2020, 8:54 PM IST

પાટણઃ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસું જોરદાર જામ્યું છે, ત્યારે ગુરુવારે ભાદરવા મહિનાના પહેલા જ દિવસે સાંજના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા અને જોતજોતામાં જ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

મેઘાનું આ રૌદ્ર સ્વરૂપ જોઇ શહેરના નીચાણવાળા અને આનંદ સરોવર આજુબાજુની સોસાયટીમાં રહેતા સ્થાનિક લોકોના જીવ અધ્ધર થયા હતા, જો કે, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ ખમૈયા કર્યા હતા.

પાટણમાં ધોધમાર વરસાદ

ધોધમાર વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. શહેરના બુકડી, કાલીબજાર, રાજકાવાડા અને સોનીવાડા સહિતના વિસ્તારોમાં બે થી ત્રણ ફૂટ પાણી વહેતા થયા હતા અને નદીનું વહેણ જતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

પાટણમાં એક કલાકમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ વરસ્યો

પાટણ શહેર ઉપરાંત સરસ્વતીમાં 20 MM, હારિજમાં 11 MM અને સાંતલપુરમાં 2 MM વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાના શંખેશ્વર, ચાણસ્મા, રાધનપુર અને સમી તાલુકાઓ કોરા રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details