પાટણઃ શહેર સહિત જિલ્લામાં રવિવારે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ત્રણ તાલુકાઓને બાદ કરતાં સાર્વત્રિક અડધા ઇંચથી બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જિલ્લામાં પડી રહેલા આ શ્રીકાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
પાટણ પંથકમાં સાર્વત્રિક મેઘમહેર - Gujarat Rain News
પાટણ શહેર સહિત જિલ્લામાં રવિવારે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેમજ વરસાદને લઇ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરતા થયા હતા.

પાટણ પંથકમાં સાર્વત્રિક મેઘમહેર
જિલ્લામાં ક્યાક ધીમી ધારે તો ક્યાક ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરતા થયા હતા.
જિલ્લામાં આજે વરસેલા વરસાદમાં પાટણ તાલુકામાં 12 એમએમ, રાધનપુરમાં 37 એમએમ, સરસ્વતીમાં 33 એમએમ, સિદ્ધપુરમાં 40 એમએમ, હારિજમાં 12 એમએમ અને સાંતલપુરમાં 2 એમએમ વરસાદ નોંધાયો છે, જ્યારે ચાણસ્મા, શંખેશ્વર અને સમી તાલુકા કોરા રહ્યા હતા.
પાટણ પંથકમાં સાર્વત્રિક મેઘમહેર