પાટણ: ચોમાસા ઋતુની શરૂઆતમાં શહેર સહિત જીલ્લામાં વરસાદ થયા બાદ, ઘણા દિવસો પછી આજે મેઘરાજાનું આગમન થયું હતું. વરસાદ ન આવવાથી છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાનું પ્રમાણ વધતા લોકો પરેશાન થઈ ગયા હતા.
પાટણમાં ધોધમાર વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો - happiness among the people in patan
પાટણ શહેર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં શુક્રવારના રોજ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું. છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે રાત્રિના સમયે ભારે પવન સાથે વરસાદ પડતા આલ્હાદક ઠંડક સર્જાઈ હતી. વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા.
પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા, લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો
ત્યારે, શુક્રવારની રાત્રે વાતાવરણમાં એકાએક પલટો આવતા અસહ્ય ઉકળાટ વચ્ચે આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને જોતજોતામાં ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાથે જ, વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો સહિત જાહેર માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતા. વરસાદના આગમનથી લોકોમાં ખુશી જોવા મળી હતી. તો સાથે જ, ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ હતી.