- પાટણ જિલ્લામાં વરસાદી માહોલ
- શનિવારે રાતથી જિલ્લામા સાર્વત્રિક વરસાદ
- લાંબા વિરામ બાદ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ
- વરસાદને પગલે શહેરના નિંચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
પાટણ: જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી દિવસ દરમિયાન અસહ્ય ગરમી અને ઉકળાટને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. શનિવારે રાત્રે વાતાવરણ (Atmosphere) માં એકાએક પલટો આવ્યો હતો અને આકાશમાં ઘટાટોપ કાળા ડિબાંગ વાદળો (clouds) ધસી આવ્યા હતા અને વીજળીના તેજ લિસોટા તેમજ ભડાકા સાથે ધોધમાર વરસાદ (heavy rain) ની ધમાકેદાર એન્ટ્રી થતા વરસાદી પાણી માર્ગો ઉપર ફરી વળ્યું હતું. તો બીજા દિવસે રવિવારે પણ સવારથી જ વરસાદી માહોલ બરાબર જામ્યો હતો અને ધીમીધારે વરસાદ વરસતા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. વરસાદ (rain) ને પગલે શહેરના નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો બીજી તરફ સાર્વત્રિક વરસાદને પગલે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી હતી.
આ પણ વાંચો: પાટણમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન