ગુજરાત

gujarat

ETV Bharat / state

બસ સ્ટેશન બેટમાં ફેરવાતાં વરસાદે પ્રવાસીઓને પડાવી દીધી બૂમ - હવામાન વિભાગની આગાહી

પાટણમાં ગઈકાલે મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. આના કારણે સિદ્ધપુર હાઈવે પર બનાવવામાં આવેલા હંગામી બસ સ્ટેશન બેટમાં ફેરવાઈ ગયું છે. Heavy Rain in Patan, Water filled temporary bus station

બસ સ્ટેશન બેટમાં ફેરવાતાં વરસાદે પ્રવાસીઓને પડાવી દીધી બૂમ
બસ સ્ટેશન બેટમાં ફેરવાતાં વરસાદે પ્રવાસીઓને પડાવી દીધી બૂમ

By

Published : Aug 23, 2022, 2:43 PM IST

પાટણજિલ્લામાં મોડી રાતથી વરસાદ વરસી (Heavy Rain in Patan) રહ્યો છે. આના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી (Heavy Rain in Patan) ભરાયા છે. બીજી તરફ પાટણ સિદ્ધપુર હાઈવે રોડ (Patan Siddhapur Highway Road) ઉપર પ્રવાસીઓ માટે બનાવાયેલું હંગામી નવું બસ સ્ટેશન માત્ર અઢી ઈંચ વરસાદમાં જ બેટમાં ફેરવાઈ (Water filled temporary bus station) ગયું છે. એટલે હવે પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓએ ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો છે.

4 વર્ષથી સર્જાય છે આ સમસ્યા

આ પણ વાંચોરાજ્યમાં વરસાદે તો ભારે કરી ક્યાંક તારાજી તો ક્યાંક નદી તળાવ છલકાયાં

4 વર્ષથી સર્જાય છે આ સમસ્યા જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી દર ચોમાસામાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તેમ છતાં એસટી વિભાગ, વહીવટી તંત્ર અને સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેને લઈ પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નવા અદ્યતન બસ સ્ટેશનની કામગીરી ધીમી ગતિએ ચાલે છે

નવા અદ્યતન બસ સ્ટેશનની કામગીરી ધીમી ગતિએ ચાલે છે હવામાન વિભાગની આગાહીના (Meteorological department forecast) કારણે પાટણમાં ગત મોડી રાતથી વરસાદની ચોથી ઈનિંગ શરૂ થઈ છે. બીજા દિવસે સવારથી જ વરસાદી માહોલ યથાવત્ રહેતા જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લામાં નવા અદ્યતન એસટી બસ પોર્ટ નિર્માણ કરવાની કામગીરી છેલ્લા 4 વર્ષથી મંથરગતિએ ચાલી રહી છે. અને તે ક્યારે પૂર્ણ થશે. તે કહેવું હાલના તબક્કે અશક્ય છે. નવજીવન ચાર રસ્તા હાઈવે નજીક હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત્ કરવામાં આવ્યું છે, પરંતુ આ બસ સ્ટેશન ખાડામાં બનાવ્યું હોવાથી દર ચોમાસામાં સામાન્ય વરસાદ પડતા જ સમગ્ર બસ સ્ટેન્ડ બેટમાં (Water filled temporary bus station) ફેરવાઈ જાય છે.

આ પણ વાંચોખાડીપુર અસરગ્રસ્ત વિસ્તારના આકાશી દ્રશ્યો નિહાળો

મધરાતે શરૂ થયો વરસાદ તો ગત મધરાત્રિથી શરૂ થયેલા અનરાધાર અઢી ઈંચ વરસાદના કારણે (Heavy Rain in Patan) આ બસ સ્ટેશન બેટમાં ફેરવાયું છે. આના કારણે પ્રવાસીઓની હાલત દયનીય બની છે. પ્રવાસીઓને ઘૂટણસમા પાણીમાં પસાર થઈને બસ સ્ટેશનમાં આવવાની અને બસમાં ચડવા ઉતરવાની ફરજ પડી છે. એસ. ટી. વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર તેમ જ સ્થાનિક રાજકીય આગેવાનોની નિષ્ક્રિયતા દ્વારા પ્રજાની મુશ્કેલી નિવારવા માટે કોઈ જ પ્રકારની નક્કર કામગીરી કરવામાં ન આવતા પ્રજાજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details