પાટણઃ શહેર સહિત જિલ્લામાં ગત મોડીરાત્રીથી મેઘતાંડવ શરૂ થતાં શહેરમાં ઠેર-ઠેર બેથી ત્રણ ફૂટ પાણી વહેતા થયા છે. વહેલી સવારથી જ મુશળધાર વરસાદ પડતાં લોકો ઘરોમાં જ મજબૂર બન્યા છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
આ પણ વાંચોઃરાજ્યમાં અતિભારે વરસાદની આગાહીથી ઓરેન્જ એલર્ટ, NDRF સ્ટેન્ડ બાય
- સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઇ છે અને રવિવારે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટની આગાહી છે. દરિયો તોફાની બનતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આગામી 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.