ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ, જાણો ક્યા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો

પાટણ શહેર સહિત જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જેને લઇ પાટણ, સિદ્ધપુર શહેર અને સરસ્વતી તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શનિવારે દિવસ દરમિયાન સિદ્ધપુરમાં બે, પાટણ અને સરસ્વતી તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

પાટણ જિલ્લા વરસાદ અપડેટ
પાટણ જિલ્લા વરસાદ અપડેટ

By

Published : Aug 22, 2020, 10:55 PM IST

પાટણઃ શહેરમાં શનિવાર વહેલી સવાર બાદ દિવસ દરમિયાન પણ વરસાદનું જોર યથાવત રહ્યું હતું. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સાંજના સુમારે પાટણનું આકાશ એકાએક ઘનઘોર અને ઘટાટોપ વાદળોથી ઢંકાઈ જતા રાત્રી જેવો અંધારપટ છવાયો હતો. એકાએક વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કરી વરસવાનું ચાલુ કરતા પાટણમાં મેઘ તાંડવ સર્જાયું હતું.

પાટણ શહેર સહિત જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી

પાટણ જિલ્લા વરસાદ અપડેટ

  • પાટણ શહેર- 31 MM
  • ચાણસ્મા - 16 MM
  • રાધનપુર - 4 MM
  • સરસ્વતી - 31 MM
  • સિદ્ધપુર - 44 MM
  • હારીજ - 9 MM

જ્યારે શંખેશ્વર, સમી અને સાંતલપુર તાલુકાના કોરા રહ્યા હતા.

સાબેલાધાર પડી રહેલા વરસાદને કારણે શહેરીજનોમાં ફફડાટ ફેલાયો હતો. જો કે, 20 મિનિટની તોફાની બેટીંગમાં અડધા ઇંચ વરસ્યા બાદ વિરામ લેતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો. અડધા કલાક પડેલા મુશળધાર વરસાદને લીધે સમગ્ર શહેરમાં ઠેર ઠેર પાણી ફરતા થઈ ગયું હતુ. જેને લઈને થોડી વાર માટે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

પાટણ જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ

ABOUT THE AUTHOR

...view details