ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ નગરપાલિકામાં મિલકત વેરાની વાંધા અરજીઓની સુનાવણી હાથ ધરાઈ - મિલકતોની વાંધા અરજીનો નિકાલ

પાટણ નગરપાલિકા ખાતે ત્રણ દિવસ મિલકતવેરાની વાંધા અરજીઓ પર સુનાવણી (Hearing on property tax objection application in Patan) કરાશે. અહીં 15 વોર્ડના મિલકતદારોની અરજી સાંભળવામાં આવી રહી છે. તો આ વર્ષે કેટલી સુનાવણી થઈ તેમ જ શું નિકાલ (Disposal of property objection petition) આવ્યો તે અંગે જોઈએ આ અહેવાલ.

પાટણ નગરપાલિકામાં મિલકત વેરાની વાંધા અરજીઓની સુનાવણી હાથ ધરાઈ
પાટણ નગરપાલિકામાં મિલકત વેરાની વાંધા અરજીઓની સુનાવણી હાથ ધરાઈ

By

Published : Jun 9, 2022, 8:56 AM IST

પાટણઃ નગરપાલિકા ખાતે ત્રણ દિવસ મિલકતવેરાની વાંધા અરજીઓ પર સુનાવણીકરવામાં (Hearing on property tax objection application in Patan) આવી રહી છે. ત્યારે આ સુનાવણીમાં 2 દિવસમાં 431 અરજદારોને કારોબારી અને નગરપાલિકાના વેરા શાખાના અધિકારી કર્મચારીઓએ સાંભળી 340 અરજીઓનો નિકાલ કરવામાં (Disposal of property objection petition) આવ્યો હતો.

મિલકતદારોની અરજીઓનો થયો નિકાલ

મિલકતદારોની અરજીઓનો થયો નિકાલ - પાટણ નગરપાલિકામાં 15 વોર્ડના મિલકતદારોના વાંધા અરજીઓની સુનાવણી હાથ ધરવામાં (Hearing on property tax objection application in Patan) આવી છે. જોકે, નગરપાલિકામાં 625 મિલકતદારોએ વાંધા અરજીઓ આપી હતી. તો પ્રથમ દિવસે 1થી 5 વોર્ડના 200થી વધુ મિલકતદારોને સાંભળી તેમની અરજીઓનો નિકાલ કરાયો હતો. જ્યારે બીજા દિવસે 340 અરજીઓનો નિકાલ કરાયો હતો. જોકે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 75 વાંધા અરજીઓ વધુ આવી હતી.

પ્રથમ દિવસે 253 અરજી પર થઈ સુનાવણી

આ પણ વાંચો-Bail to Jignesh Mevani : જીગ્નેશ મેવાણીને મહેસાણા કોર્ટે કઇ કઇ શરતે જામીન આપ્યાં, કયો હતો કેસ?

ગયા વર્ષની સરખામણીએ વધુ અરજી મળી -પાટણ શહેરમાં મિલકતવેરાની ચતુર વર્ષીય આકરણી થયા બાદ ક્ષેત્રફળ આધારિત મિલકતવેરાની નોટિસો અપાયા બાદ મિલકતધારકો પાસેથી વાંધા અરજીઓ મગાવવામાં (Hearing on property tax objection application in Patan) આવી હતી. તે સંદર્ભે પાટણ શહેરના 15 વોર્ડમાંથી 625 જેટલી વાંધા અરજીઓ નગરપાલિકાને મળી હતી.

ગયા વર્ષની સરખામણીએ વધુ અરજી મળી

પ્રથમ દિવસે 253 અરજી પર થઈ સુનાવણી - અહીં પ્રથમ દિવસે વોર્ડ નંબર 1થી 5 ની 253 અરજીઓની સુનાવણી (Hearing on property tax objection application in Patan) કરી હતી. તો 210 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા દિવસે વોર્ડ નંબર 6થી 10ના મિલકતદારો માટેની વાંધા અરજીઓની સુનાવણી નગરપાલિકા ખાતે કારોબારી ચેરમેન અરવિંદ પટેલ સહિત વિવિધ સભ્યોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. તેમાં 178 અરજીઓની સુનાવણી (Hearing on property tax objection application in Patan) કરી 130 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-Rafiq Meman remand denied : IAS કે રાજેશના વચેટિયા રફીક મેમણને કોર્ટે રીમાન્ડ પર કેમ ન સોંપ્યો તે જાણો

આજે આ વોર્ડની સુનાવણી થશે - ગુરુવારે વોર્ડ નંબર 11થી 15ની વાંધા અરજીઓની સુનાવણી (Hearing on property tax objection application in Patan) કરવામાં આવશે. ગયા વર્ષે નગરપાલિકાને 550 વાંધા અરજીઓ મળી હતી, જેમાં મોટા ભાગની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નગરપાલિકાને ૭૫ વાંધા અરજીઓ વધુ મળી હતી.

ABOUT THE AUTHOR

...view details