- પાટણના આરોગ્ય કર્મચારીઓએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર
- અગાઉ બે વખત પડતર માગણીઓને લઈ રાજ્ય વ્યાપી હડતાલ પર ઉતર્યા
- સરકારે આજ દિન સુધી પડતર માંગણીઓનુ નથી કર્યું નિરાકરણ
- આરોગ્ય કર્મચારીઓએગ્રેડ પે વધારાની કરી માંગણી
પાટણ : આરોગ્ય કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના મુદ્દે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના નેતૃત્વ હેઠળ તા. 27/ 2 /2019 અને 25/ 12/ 2019 દરમિયાન રાજ્યવ્યાપી આંદોલન કરી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડ્યો હતો. આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોને તબક્કાવાર નિરાકરણ લાવવાની સરકારે ખાત્રી આપી હતી. જેને લઈ આરોગ્ય કર્મચારીઓએ હડતાલ સમેટી હતી. પરંતુ સરકાર દ્વારા આજ દિન સુધી કોઈ પણ પડતર માંગણીનુ નિરાકરણ ન કરતા આરોગ્ય કર્મચારીઓ ફરીથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે.
પાટણના આરોગ્ય કર્મચારીઓ હડતાલમાં જોડાયા જિલ્લાના 700 કર્મચારીઓ ઉતર્યા અચોક્કસ મુદતની હડતાલ પર
પાટણ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ અધિક નિવાસી કલેકટરને આવેદન પત્ર આપી જણાવ્યુ હતું કે, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝરનો ગ્રેડ પે 2800 કરવામાં આવે તેમજ લેબટેક્નિશિયનને હાલના આર.આર મુજબ છઠ્ઠા પગાર પંચ મુજબનો 4600 ગ્રેડ પે કરવા અને મેડિકલ પ્રભાગના લેબટેક્નિશિયનને 2600 નું પગાર ધોરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
પાટણના આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઇને હડતાલમાં જોડાયા કોવિડ 19 રસી લેવાનો અને આપવાનો કર્યો ઈન્કાર
પાટણ જિલ્લામાં mhw,FHW, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, ફાર્માસિસ્ટ, લેબ ટેકનીશિયન મળી 700 કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છે. જેને લઇ જિલ્લામાં આરોગ્ય સેવાઓ પર માઠી અસર પડશે તો આગામી 16 જાન્યુઆરીથી સરકાર દ્વારા કોવિડ 19 ની રસી આપવાની છે. તેમાં પણ આરોગ્ય કર્મચારીઓ રસી લેશે પણ નહીં અને આપશે પણ નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.