પાટણઃ કોરોનાની બીજી લહેરમાં સરકારની બેદરકારી સામે આવી હતી. તેવામાં પાટણ જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી (Corona Cases in Patan) રહી છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા આરોગ્ય વિભાગે પાટણમાં વિશેષ વ્યવસ્થા (Health Services in Patan) કરી છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 637 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે, જેમાં પાટણ શહેરમાં 168 દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ત્યારે સંક્રમિત દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર, ઓક્સિજન, દવાઓ રમડેસિવિર ઈન્જેક્શન તેમ જ પૂરતા પ્રમાણમાં બેડની વ્યવસ્થાઓ કરવામાં (Arrangements for corona patients at Dharpur Hospital) આવી છે.
આ પણ વાંચો-Corona Blast in Banaskantha: બનાસકાંઠામાં જિલ્લા આરોગ્ય અધિકારી સહિત 20 મેડિકલ ઓફિસર કોરોના પોઝિટિવ
ત્રીજી લહેરમાં સમયસર સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા
ધારપુર મેડિકલ હોસ્પિટલમાં સુવિધા અંગે જણાવતા અધિક તબીબી અધિક્ષક ડો. દીક્ષિત મોઢે જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરમાં દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે ધારપુર હોસ્પિટલમાં 125 વેન્ટિલેટર બેડ 350 ઓક્સિજન બેડ મળી કુલ 475 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 60 બેડની વ્યવસ્થા બાળકો માટે કરવામાં આવી છે. તો સરકારની ગાઈડલાઈન મુજબ, મ્યુકરમાઈકોસિસ માટે 6 બેડ અને ઓમિક્રોનના દર્દીઓ (Separate arrangements for mucormycosis and omicron patient in Patan) માટે પણ એક અલાયદો વોર્ડ તૈયાર કરાયો છે.