- પાટણ ધારપુર હોસ્પિટલના ઇન્ટર્ન તબીબો હડતાળપર ઉતર્યા
- પગાર વધારાની માગણીને લઇને તબીબોની હડતાળ
- સરકારમાં પગાર વધારાની અનેકવાર કરવામાં આવી છે માંગણીઓ
- માંગણીઓ ન સ્વીકારાતાં હડતાલનું શસ્ત્ર અપનાવ્યું
- તબીબો હડતાળ પર ઉતરતા હોસ્પિટલમાં મેડિકલ સેવાઓ ખોરવાઈ
પાટણઃધારપુર મેડિકલ કોલેજના 150 જેટલા ઇન્ટર્ન તબીબો પગાર વધારા સહિતની પડતર માંગણીઓને લઇ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરતા ધારપુર હોસ્પિટલમાં તબીબી સેવાઓ ખોરવાઇ હતી.
મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબો
રાજ્યની સરકારી તેમજ જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન તબીબો દ્વારા પગાર વધારાની સરકાર સમક્ષ અનેક વખત માંગણીઓ કરવા છતાં આજદિન સુધી ઇન્ટર્ન તબીબોની કોઈ જ માગણી સરકાર દ્વારા સ્વીકારવામાં ન આવતા નાછૂટકે આ તબીબોએ હડતાળનું રણસિંગુ ફૂક્યુ છે અને સોમવારના રોજ રાજ્યમાં 2 હજારથી વધુ તબીબો હડતાલ પર ઉતરી પગાર વધારાની માગ કરી હતી. જે અનુસંધાને પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા 150 જેટલા ઇન્ટર્ન તબીબો વધુ સ્ટાઈપેન્ડની માગ સાથે હડતાલમાં જોડાયા હતા.