પાટણઃ જિલ્લાની 2 નગરપાલિકાઓના પ્રમુખ-ઉપપ્રમુખની પ્રથમ અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં આગામી બીજી ટર્મ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં હારીજમાં ભાજપ અને રાધનપુરમાં કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા હતાં.
રાધનપુર નગરપાલિકામાં આગામી અઢી વર્ષની બીજા ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રમુખ માટે મહેશ ભાઈ ઠક્કર અને ઉપપ્રમુખ માટે કાનજીભાઈ પરમારના નામનું મેન્ડેડ આપવામાં આવતા પક્ષના ચૂંટાયેલા સભ્યોએ સંગઠીત બની મતદાન કરતા બંને ચૂંટાઇ આવ્યા હતાં. રાધનપુર નગરપાલિકામાં ફરી એકવાર કોંગ્રેસે સત્તા જાળવી રાખી હતી.
હારિજ અને રાધનપુર નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા હારીજ નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ભાજપ દ્વારા રંજનબેન નટુભાઈ મકવાણાને આપતા ભાજપના જ નારાજ પ્રફુલભાઈ ખાનાભાઈએ બળવો કરી ઉમેદવારી નોંધાવતા ઉત્તેજના ફેલાઈ હતી. જેમાં ભાજપે શામ-દામ-દંડભેદની નીતિ અપનાવી નારાજ મહિલા કોર્પોરેટર સોનલ બેનને મનાવી લેતાં રંજનબેન નટુભાઈ મકવાણાનો એક મતે વિજય થયો હતો.
હારિજ અને રાધનપુર નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા રંજનબેનને ભાજપના 17માંથી 12 જ્યારે બળવાખોર પ્રફુલભાઈને ભાજપના 4 અને કોંગ્રેસના 7 સભ્યો સાથે 11 કોર્પોરેટરોએ સમર્થન આપ્યું હતું. જ્યારે ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ જયંતીલાલ બિનહરીફ ચૂંટાયા હતા.