પાટણ: સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા અભિવાદન સમારોહમાં પૂર્વ સચિવ સંસદીય સચિવ અને પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, જીવનમાં ઘડતર, સૂઝ, સમજ અને વિઝનથી વિકાસ થઈ શકે છે. પછાત સમાજ અને સામાન્ય પરિવારમાંથી આવતી નિરમા ઠાકોરે પણ સમયબદ્ધ તાલીમ અને સખત મહેનત દ્વારા સફળતા મેળવીને સમગ્ર સમાજને ગૌરવ અપાવ્યું છે. જેમાં તેના માતા-પિતાની હુંફ અને પ્રોત્સાહન પણ અભિનંદનીય છે.
પાટણ તાલુકા ભાજપ દ્વારા દોડવીર યુવતીનું કરાયું અભિવાદન
પાટણ તાલુકા ભાજપ દ્વારા શહેરના સર્કિટ હાઉસ ખાતે હાજીપુરની દોડવીર ખેલાડી નિરમા ઠાકોરનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દોડવીર યુવતીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
પાટણ
આ કાર્યક્રમમાં નોરતા આશ્રમના સમાજ સુધારક સંત દોલતરામ મહારાજ ઉપસ્થિત રહી નિરમા ઠાકોરનું અભિવાદન કરી તેને આગળ વધીને વિશ્વ કક્ષાએ પહોંચી ગામ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરવા આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે નિરમાના દાદા અને તેના માતા-પિતાનું તેમજ તેના કોચ અને હાજીપુર એથ્લેટિક ટ્રેનિંગ સેન્ટરના સંચાલક રમેશભાઈ દેસાઈનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.