પાટણના ચાર રક્ષક એવા ગુગણીના ગુણવંતા, બગવાડાના બળિયા, છીંડિયાના છેલછબિલા, જઇ સાંચરાને મળીયા એવા ગુણવંતા હનુમાન દાદાનો પલ્લી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. પલ્લી ઉત્સવને પગલે સમગ્ર મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. આ મહોત્સવમાં મંદિર ડેકલા, કાંસા, અને ઢોલના તાલથી ગુંજી ઉઠ્યું હતું. રાત્રે શુભ મુહૂર્તમાં દાદાની દિવ્ય આરતી કર્યા બાદ એક મોટી છાબમાં 18 ખંડ બનાવી અને ગુણવંતા દાદાને નવ પ્રકારના નિવેધ અર્પણ કરી પલ્લી ભરવામાં આવી હતી.
પાટણમાં ગુણવંતા હનુમાન દાદાનો પલ્લી મહોત્સવ યોજાયો, હજારો લોકોએ લીધો દર્શનનો લાભ - ગુણવંતા હનુમાન દાદાનો પલ્લી મહોત્સવ
પાટણઃ શહેરના સુભાસચોક વિસ્તારમાં આવેલ પ્રાચીન ગુણવંતા હનુમાન દાદાના મંદિરમાં શ્રધ્ધાળુ ભક્તો દ્વારા દાદાનો પલ્લી મહોત્સવ ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્યામા ભાવિક ભક્તોએ હાજર રહી પલ્લીના દર્શન કર્યા હતા.
gunavanta Hanuman Dada Palli Festival
આ પલ્લી મંદિરથી નીકળી તે દરમિયાન 'રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી' ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. દાદાનીપલ્લી મંદિરથી નીકળી શહેર ના જુદાજુદા વિસ્તારોમાં ફરી હતી. જે દરમિયાન શહેરના હજારો લોકોએ આ પલ્લીના દર્શનનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આસો સુદ એકમથી આસો સુદ ચૌદસ સુધી શ્રદ્ધાળુઓ દાદાના નકોરડા ઉપવાસ કરે છે અને ચૌદસના દિવસે મધ્ય રાત્રીએ શુભ મુહૂર્તમાં પલ્લીના દર્શન કરી પ્રસાદ લઈ ઉપવાસ છોડે છે.