પાટણઃ ગુજરાત રાજ્યની અગ્રીમ સહકારી સંસ્થા ગુજકોમાસોલમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ (Gujcomasol Corruption case )બાબતે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ અને સહકારી અગ્રણી દશરથ પટેલે હાઈકોર્ટને રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં લઈ હાઈકોર્ટે બે મહિનામાં આ મામલે તપાસ કરી તેનો અહેવાલ હાઈકોર્ટમાં (High Court on corruption case in Gujcomasol ) રજૂ કરવા રાજ્ય સરકારને આદેશ (High Court orders to Government) કર્યો હતો.
પાટણના ધારાસભ્ય અને સહકારી અગ્રણીએ હાઇકોર્ટના દ્વારા ખટખટાવ્યાં
ગુજરાત રાજ્યમાં ખેડૂતોના હિતને લક્ષમાં લઈને કામ કરતી સહકારી સંસ્થા ગુજકોમાસોલમાં, ગુજકોમાસોલના જ ચૂંટાયેલા ડિરેક્ટર દશરથભાઈ જેઠાભાઈ પટેલ અને અને પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા રાજ્ય સરકારના સહકાર વિભાગ અને રજીસ્ટ્રાર સહકાર મંડળીઓને ગત તા. 5 જુલાઈ 2021ના પત્રથી ગુજકોમાસોલમાં ચાલતી ગંભીર ગેરરીતિઓ (Gujcomasol Corruption case )બાબતે ધ્યાન દોરી સહકારી કાયદાની જોગવાઈ પ્રમાણે જરૂરી તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા રજૂઆત કરી હતી. છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કે રજિસ્ટ્રાર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયાં નહોતાં.
જમીન છ ઘણા ભાવથી ખરીદી
રાજ્ય સરકારને પુનઃ તા.16 ઓક્ટોબર 2021ના રોજ ગુજકોમાસોલે કોઈપણ જાતની પ્રક્રિયા કર્યા સિવાય અને જમીનની જરૂરીયાત ન હોવા છતાં બનાસકાંઠા જિલ્લાના બોદલા ગામે જમીન છ ઘણા ભાવથી ખરીદી ગુજકોમાસોલને લાખો રૂપિયાનું નુકશાન કરાવ્યું હતું. ગુજકોમાસોલની હાલની ઓફિસ બિલ્ડીંગ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં હોવા છતાં ગાંધીનગર ખાતે નવી ઓફિસ બનાવી તેના કોન્ટ્રાક્ટમાં કરોડો રૂપિયાની ગેરરીતિ (Gujcomasol Corruption case )કરવામાં આવેલી છે.
140 થી વધારે કર્મચારીઓની ભરતીમાં ગેરરીતિ
ગુજકોમાસોલમાં આ કમિટીએ વહીવટ સંભાળ્યા બાદ 140થી વધારે કર્મચારીઓની ભરતી રોજગાર કચેરીમાંથી નામો મંગાવ્યા વગર અને સહકારી કાયદાની ભરતીના નિયમો તથા ગુજકોમાસોલના નિયમોનો ભંગ કરી કરવામાં આવી છે. જેના પરિણામે ગુજકોમાસોલને રૂપિયા છ કરોડ જેટલું નુકશાન થયેલું છે અને ગુજકોમાસોલને કાયમી આર્થિક બોજ (Gujcomasol Corruption case )ઉભો થયો છે.