પાટણ : ગુજરાતની પ્રસિદ્ધ લોકગાયિકા કાજલ મહેરીયાની ગાડી પર ગતરોજ મોડીરાત્રે ધારપુર બસ સ્ટેશન નજીક ચાર જેટલા અજાણ્યા (Kajal Maheriya Attack) શખ્સોએ હુમલો કર્યો છે. કાજલને ઈજાઓ પહોંચાડી સોનાની ચેન લઈ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને લઇને ઇજાગ્રસ્ત કાજલ મહેરીયાને સારવાર અર્થે તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બાબતે કાજલ મહેરીયાએ બલીસણા પોલીસ મથકે પાંચ શખ્સો સામે (Gujarati singer Kajal Maheriya Attack) ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટ અને એટ્રોસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુજરાતી ગાયિકા કાજલ પર અડધી રાત્રે હુમલો આ પણ વાંચો :Theft in Limbdi Rajmahal: તસ્કરો રાજમહેલમાંથી 56 કિલો ચાંદીની વસ્તુઓ ઉઠાવી ગયા, પોલીસ થઈ દોડતી
કાજલ મહેરીયાએ શું નોંધાવી ફરીયાદ - ગુજરાતી લોક ગાયિકા કાજલ મહેરીયા સોમવારે રાત્રે પાટણ તાલુકાના ધારપુર મુકામે (Kajal Maheriya Program) કાર્યક્રમમાં આવી હતી. ત્યારબાદ ગાડી લઈને પરત જઈ રહી હતી તે સમયે ધારપુર બસ સ્ટેશન નજીક શખ્સોએ ગાડી પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. જે બાબતે કાજલે બાલીસણા પોલીસ મથકે આ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, કે.એમ.ડિજિટલ ગ્રુપમાં રમુ રબારી રહે. દિગડીવાળો પોતાના ગ્રુપમાં કામ કરતો હતો. અવારનવાર કામના પૈસાની માંગણી કરતો હતો. જેથી પૈસાને લઈને વારંવાર બોલાચાલી થતાં રમુ રબારી ગ્રુપમાંથી નીકળી ગયો હતો. જેની અદાવત રાખી રમુ રબારી તેમજ અન્ય ચાર શખ્સો મળી પાંચ લોકોએ ગઈકાલે રાત્રે કાજલની ગાડી પર હુમલો કર્યો હતો. હુમલો કરી ગાડીના કાચ તોડી કાજલ સાથે ઝપાઝપી કરીને ઈજાઓ પહોંચાડી હતી. કાજલના ગળામાં પહેરેલી સોનાની ચેન લઇને ફરાર થઇ ગયા હતા.
ગુજરાતી ગાયિકા કાજલ પર અડધી રાત્રે હુમલો આ પણ વાંચો :Incident of theft in Surat: સુરતના તરસાડીમાં વોચમેનને બંધક બનાવી તસ્કરો પેટ્રોલપંપ માંથી ડીઝલ ચોરી ગયા
પોલીસે તપાસ હાથ ધરી -આ ઘટનાને પગલે ધારપુર ગામ સહિત (Attack Kajal Near Dharapur Village) સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઈજાગ્રસ્ત કાજલને તાત્કાલિક ધારપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેને સારવાર આપી ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. પોલીસે કાજલની ફરિયાદને આધારે એટ્રોસિટી એક્ટ (Atrocities Act Offense) અને લૂંટનો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.