ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાટણ જિલ્લા પંચાયતના સભ્ય લવિંગજી સોલંકીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા - Member of Patan District Panchayat disqualified

ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાટણ જિલ્લા પંચાયતના સભ્ય લવિંગજી સોલંકીને ગેરલાયક ઠેરવવામાં આવ્યાં છે. લવિંગજી સોલંકી કોંગ્રેસમાંથી વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણી વખતે ભાજપમાં જોડાયા હતા. ગુજરાતમાં ચૂંટણી સમયે નેતાઓ પક્ષ પલટાવીને કોઈક ને કોઈક કારણસર બીજા પક્ષમાં જતા રહે છે અને જેના કારણે સામાન્ય લોકોને નુકસાન થાય છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાટણ જિલ્લા પંચાયતના સભ્ય લવિંગજી સોલંકીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા
ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાટણ જિલ્લા પંચાયતના સભ્ય લવિંગજી સોલંકીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા

By

Published : Nov 26, 2020, 9:05 AM IST

  • પક્ષ પલટો કરનારા નેતાઓ માટે લાલબત્તી સમાન હાઈકોર્ટનો ચુકાદો
  • પાટણ જિલ્લા પંચાયતના નેતાને પક્ષ પલટો કરવો પડ્યો ભારે
  • પક્ષ પલટો કરનારા લવિંગજી સોલંકીને ગેરલાયક ઠેરવાયા
  • પક્ષ પલ્ટુઓ સામે હાઇકોર્ટનું આકરૂ વલણ

પાટણઃ ગુજરાત હાઈકોર્ટે હવે પક્ષ પલ્ટુ નેતાઓ સામે આકરું વલણ દાખવ્યું છે. પાટણના જિલ્લા પંચાયતના સભ્ય લવિંગજી સોલંકી કે, જેઓ 2017 ની વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા, તેમના પર પક્ષ પલટો કર્યા અંગે પગલાં લેવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાટણ જિલ્લા પંચાયતના સભ્ય લવિંગજી સોલંકીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા

જિલ્લા પંચાયતના સભ્યને ગેરલાયક ઠેરવાયા

તેમને પક્ષાંતર ધારા હેઠળ સ્વેચ્છાએ પક્ષના સભ્ય પદ છોડવા ગેરલાયકાત ધારણ કરવાની જોગવાઈ છે, જેને માન્ય રાખતા ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાટણ જિલ્લા પંચાયતના સભ્ય લવિંગજી સોલંકીને ગેરલાયક ઠેરવવામાં આવ્યાં છે.

ચૂંટણી સમયે ઘણા નેતાઓ કરે છે પક્ષ પલટો

ગુજરાતમાં ચૂંટણી સમયે નેતાઓ પક્ષ પલટાવીને કોઈક ને કોઈક કારણસર બીજા પક્ષમાં જતા રહે છે અને જેના કારણે સામાન્ય લોકોને નુકસાન થાય છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલો આ ચૂકાદો પક્ષ પલટો કરનારા નેતાઓ માટે લાલબત્તી સમાન દેખાઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details