ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Gaurav Din in Patan : અહીં યોજાશે પહેલીવાર રાજ્ય સ્થાપના દિવસ સમારોહ, જાણો કેવો છે તંત્રનો ધમધમાટ - ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીની તૈયારીઓ

ગુજરાતના પ્રાચીન પાટનગર અને જિલ્લામથક પાટણ ખાતે પ્રથમવાર 1લી મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની (Gujarat State Foundation Day 2022) રાજ્યકક્ષાની ઉજવણીનો (Gujarat Gaurav Din in Patan ) જાજરમાન સમારોહ ઉજવાશે. જેને લઇને તંત્રનો ધમધમાટ (Preparations for the celebration of Gujarat Foundation Day ) કેવો છે તે જાણો.

Gujarat Gaurav Din in Patan :  અહીં યોજાશે પહેલીવાર રાજ્ય સ્થાપના દિવસ સમારોહ, જાણો કેવો છે તંત્રનો ધમધમાટ
Gujarat Gaurav Din in Patan : અહીં યોજાશે પહેલીવાર રાજ્ય સ્થાપના દિવસ સમારોહ, જાણો કેવો છે તંત્રનો ધમધમાટ

By

Published : Apr 22, 2022, 3:56 PM IST

પાટણઃ ગુજરાતના પ્રાચીન પાટનગર અને જિલ્લામથક પાટણ ખાતે (Gujarat Sthapna Divas Celebration in Patan) પ્રથમવાર 1લી મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની (Gujarat State Foundation Day 2022) રાજ્યકક્ષાની ઉજવણીનો જાજરમાન સમારોહ ઉજવવામાં આવનાર છે. પાટણ શહેરમાં વિવિધ ક્ષેત્રે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મુખ્યપ્રધાન અને અન્ય મહાનુભાવોની હાજરીમાં પાટણ શહેરમાં યુનિવર્સિટી ખાતે થનારા ગુજરાત ગૌરવ દિવસની (Gujarat Gaurav Din in Patan ) ઉજવણીમાં અંતર્ગત પાટણ કોલેજ કેમ્પસના ગ્રાઉન્ડમાં પોલીસ પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ડોગ અને હોર્સ શો સહિત અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારીઓ

આ પણ વાંચોઃ જાણો કઈ રીતે 1 મે 1960ના રોજ ગુજરાતને 'રાજ્ય'નો દરજ્જો મળ્યો હતો

પાટણમાં ગુજરાત સ્થાપના દિનની ઉજવણીનો થનગનાટ - 1લી મે ગુજરાતના ગૌરવવંતા સ્થાપના દિનની (Gujarat Sthapna Divas 2022 ) ઉજવણીનો સમારોહ પાટણ યુનિવર્સિટીના વિશાળ મેદાન ખાતે યોજાનારો છે. સ્થાપના દિનના સમારોહ રાજ્યપાલ, મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. ત્યારે રાજ્યપાલ અને મુખ્યપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર સહિત સલામીના કાર્યક્રમો યોજવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી કોલેજ ગ્રાઉન્ડ પર પોલીસ પરેડ તેમજ ડોગ અને હોર્સ શો સહિત અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારીઓ (Preparations for the celebration of Gujarat Foundation Day )અંતર્ગત સમગ્ર કેમ્પસ જીવંત બની ગયું છે.

શી થઇ રહી છે તૈયારીઓ - હાલમાં અહીં પોલીસ પરેડ, ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો, એસઆરપી યુનિટ,બોર્ડર રેન્જ પોલીસ, ગાંધીનગર રેન્જ મહિલા પોલીસ, અમદાવાદ સિટી ટ્રાફિક પોલીસ, અમદાવાદ સિટી મહિલા પોલીસ, વડોદરા અને સુરત રેન્જ મહિલા પોલીસ, જી.આર.ડી, હોમગાર્ડ, જેલ પોલીસ વગેરેની ટીમોની પરેડની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ઉપરાંત રાઇફલ ડીલ અંગે પણ જવાનો જોરદાર તૈયારીઓમાં (Preparations for the celebration of Gujarat Foundation Day )લાગી ગયા છે.

રાજ્યપાલ અને મુખ્યપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર સહિત સલામીના કાર્યક્રમો યોજવામાં આવશે

આ પણ વાંચોઃ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ, ગુજરાતના ઈતિહાસ પર એક નજર કરીએ…

દિલધડક સ્ટંટ રજૂ થશે -પોલીસ પરેડ ઉપરાંત બાઈકર્સ દ્વારા પણ તેમના વિવિધ દિલધડક સ્ટંટ રજૂ કરવામાં આવનાર છે. જેને લઇને બાઈક સવાર પોલિસ જવાનો દ્વારા હાલમાં વિવિધ કરતબો કરવામાં આવી રહ્યા છે. ડોગ અને હોર્સ શોના કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. આ કાર્યક્રમના નોડલ અધિકારી અને ગાંધીનગરના ડીવાયએસપી વિજયસિંહ પરમારની દેખરેખમાં ં સવાર અને સાંજ બંને ટાઈમ પરેડ પ્રેક્ટિસનો ધમધમાટ (Preparations for the celebration of Gujarat Foundation Day )ચાલી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details