પાટણપાટણ જિલ્લામાં તા.05.12.2022 ના રોજ મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ હવે તા.08.12.2022ના રોજ (Gujarat Election 2022 Counting Day )મતગણતરી થશે. જિલ્લામાં કુલ 66.07 ટકા મતદાન થયું છે. ચાર વિધાનસભાની મતગણતરી સરકારી એન્જીનિયરીંગ કોલેજ કતપુર (Government Engineering College Katpur ) ખાતે કરવામાં (Gujarat Assembly Election 2022 Results ) આવશે. મતગણતરી કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થાય તે માટે પુરતી તૈયારીઓ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. ચાર વિધાનસભાની મતગણતરી અલગ-અલગ રાઉન્ડમાં (Patan Assembly Seats Results ) કરવામાં આવશે.
મતગણતરી માટે પાટણ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ પાટણ જિલ્લાની રાધનપુર બેઠકની મતગણતરી 24 રાઉન્ડમાં (Gujarat Election 2022 Counting Day )થશે. મતગણતરી માટે 15 ટેબલોની વ્યવસ્થા કરાઈ છે. 16-રાધનપુર વિધાનસભા બેઠકની વાત કરીએ અહીં કુલ 302759 મતદારો નોંધાયા હતા. મતદાનના દિવસે કુલ 65.06ટકા જેટલું મતદાન નોંધાયું છે. આવતીકાલે રાધનપુર વિધાનસભા બેઠકની મતગણતરી થવાની છે. જે માટે પુરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રાધનપુર વિધાનસભા બેઠકની મતગણતરી કુલ 24 રાઉન્ડમાં કરવામાં આવશે. જેમાં કુલ 15 જેટલા ટેબલ પર રાધનપુર વિધાનસભા બેઠકની મતગણતરી (Patan Assembly Seats Results ) કરવામાં આવશે.
ચાણસ્મા બેઠકની મતગણતરી 23 રાઉન્ડમાં થશે આ બેઠકની મત ગણતરી માટે 15 ટેબલોની કરાઈ વ્યવસ્થા (Patan Assembly Seats Results ) કરાઇ છે. 17-ચાણસ્મા વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં કુલ 292322 મતદારો નોંધાયા હતાં. જેમાં મતદાનના દિવસે કુલ 63.04 ટકા જેટલું મતદાન નોંધાયું છે. ચાણસ્મા વિધાનસભા બેઠકની મતગણતરી માટે પણ પુરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જે માટે કુલ 23 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. અને કુલ 15 જેટલા ટેબલ પર મતગણતરી (Gujarat Election 2022 Counting Day )કરવામાં આવશે.
પાટણ બેઠક 23 રાઉન્ડમાં 19 ટેબલ પર મતગણતરી 18-પાટણ વિધાનસભા બેઠકની (Patan Assembly Seats Results ) આવતીકાલે મતગણતરી થશે જે માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ બેઠક પર મતદારોની સંખ્યા પર નજર કરીએ તો કુલ 306170 જેટલા મતદારો પાટણ વિધાનસભા બેઠક પર નોંધાયા હતા જેમાંથી મતદાનના દિવસે કુલ 66.87 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આ બેઠકની મતગણતરી માટે મતગણતરી કેન્દ્ર પર કુલ 23 રાઉન્ડમાં કરવામાં આવશે જે માટે કુલ 19 ટેબલની વ્યવસ્થા (Gujarat Election 2022 Counting Day )કરવામાં આવી છે.