ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં ડબલ એન્જિન નહીં પણ નવા એન્જિનની સરકાર બનશેઃ રાઘવ ચઢ્ઢા

પાટણમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા (AAP MP Raghav Chadha Election Campaign) ચૂંટણી પ્રચાર માટે (Election Campaign for Patan Assembly Constituency) પહોંચ્યા હતા. તે દરમિયાન તેમણે અહીં જંગી સભા પણ સંબોધી હતી. સાથે જ તેમણે ભાજપ અને કૉંગ્રેસને આડેહાથ લઈ આકરા પ્રહાર કર્યા હતા.

ગુજરાતમાં ડબલ એન્જિન નહીં પણ નવા એન્જિનની સરકાર બનશેઃ રાઘવ ચઢ્ઢા
ગુજરાતમાં ડબલ એન્જિન નહીં પણ નવા એન્જિનની સરકાર બનશેઃ રાઘવ ચઢ્ઢા

By

Published : Nov 23, 2022, 11:52 AM IST

પાટણજિલ્લામાં (Gujarat Election 2022) આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party Gujarat) પ્રચાર પૂરજોશમાં શરૂ કરી (Election Campaign for Patan Assembly Constituency) દીધો છે. ત્યારે આપના સાંસદ રાઘવ ચઢ્ઢા (AAP MP Raghav Chadha Election Campaign) પાટણ બેઠક (Patan Assembly Constituency) પર AAPના ઉમેદવાર લાલેશ ઠક્કરને સમર્થન કરવા પાટણ પહોંચ્યા હતા.

પાટણમાં ચઢ્ઢાની જાહેરસભા અહીં તેમણે જાહેર સભા સંબોધી હતી. તે દરમિયાન તેમણે ભાજપ અને કૉંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ-કૉંગ્રેસના શાસનમાં માત્ર તેમના દિકરા દિકરીઓનો વિકાસ થયો છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં ગુજરાતની પ્રજા પરિવર્તન લાવી નવા એન્જિનની સરકાર બનાવશે.

AAPના નેતાઓના ગુજરાતમાં ધામા

AAPના નેતાઓના ગુજરાતમાં ધામા ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party Gujarat) પણ ઝંપલાવ્યું છે. તેમ જ વિજયી થવા માટે આપના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. તેવામાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહપ્રભારી રાઘવ ચઢ્ઢા (AAP MP Raghav Chadha Election Campaign) છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મોટી જાહેર સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. તે અંતર્ગત તેમણે મંગળવારે પાટણમાં (Patan Assembly Constituency) સુભાષ ચોક ખાતે જાહેર સભા સંબોધી હતી.

દિલ્હીના લોકોએ કૉંગ્રેસની સરકાર ઉખાડી નાખી જાહેર સભામાં આપના સાંસદે (AAP MP Raghav Chadha Election Campaign) જણાવ્યું હતું કે, આજે ગુજરાત એક મહત્ત્વપૂર્ણ વળાંક પર આવીને ઊભું છે. આજે પહેલી વખત ગુજરાતની જનતા પાસે એક એવી તક આવી છે. જ્યારે તેમને ભાજપ-કૉંગ્રેસથી છૂટકારો મળી શકે છે અને એક ઈમાનદાર, શિક્ષિત અને કામ કરવાવાળી આમ આદમી પાર્ટીની સરકાર બનાવી શકે છે. દિલ્હીની જનતાએ એક વાર પોતાનું મન બનાવી લીધું અને દિલ્હીમાંથી 15 વર્ષથી શાસન કરી રહેલી કૉંગ્રેસ પાર્ટીને ઉખાડી ફેંકી. તેમ જ દિલ્હીના લોકોએ સ્વતંત્ર ભારતની સૌથી મોટી બહુમતી સાથે આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party Gujarat) સરકાર બનાવી છે.

એક તક આપીને જૂઓગુજરાત એક અલગ રાજ્ય બન્યું ત્યારથી તેમાં 35 વર્ષ સુધી કૉંગ્રેસ પાર્ટી અને 27 વર્ષ સુધી ભાજપની સરકાર રહી. ભાજપ કૉંગ્રેસના એ શાસનમાં તેમના દિકરા, દિકરીઓ અને તેમના પરિવારના સભ્યો મોટા લોકો બની ગયા. મોટી મોટી ગાડીઓ અને હવેલીઓ બની ગઈ અને તેમના મોટા ઉદ્યોગો બની ગયા, પરંતુ સામાન્ય લોકોને, ગરીબોને અને ખેડૂતોને આ સરકારોને કંઈ આપ્યું નથી. ગુજરાતની જનતાએ કૉંગ્રેસને 35 વર્ષ અને ભાજપને 27 વર્ષ આપ્યા છે. તો મારી વિનંતી છે કે, ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party Gujarat) 5 વર્ષ માટે એક તક આપીને જુઓ તેવી વિનંતી (Election Campaign for Patan Assembly Constituency) કરી હતી.

ABOUT THE AUTHOR

...view details