પાટણ :વિધાનસભા બેઠક ઉપર ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોને ટિકિટ (Patan assembly seat) આપવામાં આવે તેવી માંગ સાથે ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યૂ હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઠાકોર સમાજે પાટણ બેઠક માટે ભાજપમાંથી મંગાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કરી ભાજપ દ્વારા મંગાજીને જ મેન્ડેડ આપવામાં આવે તેવી ઘોષણા કરી હતી. (Thakor Samaj Leader in Patan)
ભાજપમાંથી ઠાકોર સમાજનો ઉમેદવાર જાહેર નહી કરાય તો થશે કંઇક આવું - gujarat assembly elections 2022
પાટણ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજના આગેવાનોને (Patan assembly seat) ટિકિટ આપવામાં આવે તેવી માંગ શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યૂ હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો (Thakor Samaj Leader in Patan) અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.(gujarat assembly elections 2022)
ઠાકોર સમાજમાં ભારે રોષ વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જાય છે. દરેક કાર્યકર ટિકિટની માંગણી સાથે ખાનગી બેઠકો તેમજ જાહેરમાં શક્તિ પ્રદર્શન કરે છે, ત્યારે પાટણ બેઠક પર ભાજપમાં ઉકળતા જરૂર જેવી (Patan BJP Leader) પરિસ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી આ બેઠક ઉપર પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવામાં આવે છે. જેને લઈને ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષ 2022ની ચૂંટણીમાં ક્ષત્રિય ઠાકોરસમાજના આગેવાનને જ ટિકિટ આપવામાં આવે તેવી માંગ સાથે પાટણના બકુલ પાર્ટી પ્લોટ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. (gujarat assembly elections 2022)
80000થી વધુ ઠાકોર સમાજના મતોજેમાં સમાજના આગેવાનોએ સર્વનું મતે ડેર ગામના યુવા અને સામાજિક કાર્યકર તેમજ ભાજપના યુવા આગેવાન એવા મંગાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કરી ભાજપ દ્વારા તેમને જ મેન્ડેડ આપવામાં આવે તેવી ઘોષણા કરી હતી. યુવા આગેવાન મંગાજી ઠાકોરે જણાવ્યું હતું કે, પાટણ વિધાનસભા બેઠક ઉપર 80000થી વધુ ઠાકોર સમાજના મતો છે અન્ય સમાજના લોકો પણ ઠાકોર સમાજની સાથે છે. સમાજે આજે સર્વનું મતે મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે. ભાજપ ટિકિટ આપશે તો ચોક્કસ કમળ ખીલશે અને ગાંધીનગર જશે પાર્ટી ટિકિટ નહીં આપે તો સમાજ કહેશે એ પ્રમાણે ચૂંટણી લડીશ. (Thakor community leader Mangaji Thakor)