પાટણભાજપે સૌપ્રથમ 160 બેઠક પર ઉમેદવારોની નામ જાહેરાત કરી છે. તે અંતર્ગત પાટણની ચાણસ્મા બેઠક (CHANASMA ASSEMBLY SEAT) પર સતત 8મી વખત દિલીપજી ઠાકોરને (IN PATAN DILIP THAKOR BJP CANDIDATE) ટિકીટ આપવામાં આવી છે. આ સાથે જ તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જૂના જનસંઘી કાર્યકર્તા દિલીપજી ઠાકોરે તેમની પસંદગી મુદ્દે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.
દિલીપજી ઠાકોરે જંગી બહુમતીથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો સતત 8મી વખત ટિકીટ ચાણસ્મા વિધાનસભા બેઠક(CHANASMA ASSEMBLY SEAT) ઉપર ભાજપે સતત 8મી વાર પસંદગીનો કળશ દિલીપ ઠાકોર (IN PATAN DILIP THAKOR BJP CANDIDATE) પર ઢોળ્યો છે. રાજ્યના કેબિનેટ પ્રધાન રહી ચૂકેલા દિલીપ ઠાકોરને સત્તાવાર રીતે ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે તેમના નામની જાહેરાત થતાં જ તેમના સમર્થકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.
લોકોનો થયો વિકાસ ભાજપના ઉમેદવાર દિલીપ ઠાકોરે (IN PATAN DILIP THAKOR BJP CANDIDATE) ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની વિકાસલક્ષી રાજનીતિ અને લોકો માટે કરેલા વિકાસલક્ષી કાર્યોથી પ્રજા પરિચીત છે. ચાણસ્મા વિધાનસભા મતક્ષેત્રમાં (CHANASMA ASSEMBLY SEAT) પહેલા પાણી મળતું નહતું, જે આજે નર્મદા કેનાલ મારફતે મળતું થયું છે. વિસ્તારનો ખેડૂત અને સામાન્ય માણસની આર્થિક સ્થિતિ સુધરી છે. શિક્ષણ, આરોગ્યલક્ષી યોજનાઓ લોકો સુધી પહોંચી છે જેને લઈ આ વખતે પણ ચાણસ્મા વિધાનસભા બેઠક (CHANASMA ASSEMBLY SEAT) પર કમળનું ફૂલ ખીલશે તેવી આશા વ્યક્ત કરી હતી.
પાર્ટીના સૌથી જૂના કાર્યકર્તાઓમાંથી એક છે દિલીપ ઠાકોર ભાજપ જ જીતશે ઉલ્લેખનીય છે કે, દિલીપજી ઠાકોરના (IN PATAN DILIP THAKOR BJP CANDIDATE) પિતા વીરાજી ઠાકોર જૂના જનસંઘી કાર્યકર્તા હતા. જ્યારે ભાજપની એક પણ સીટ નહતી આવતી. ત્યારથી આ સીટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી છે. આપને જણાવી દઈએ કે, દિલીપ ઠાકોર સતત 5 ટર્મથી આ વિસ્તારમાં જીતતા આવ્યા છે. ત્યારે ભાજપે તેઓને 8મી વખત ટિકીટ આપી છે. ત્યારે આ વખતે પણ તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરી જીત હાંસલ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.