પાટણગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022 ) આવી રહી છે અને તે પહેલા અનેક નેતાઓ પક્ષબદલીઓ કરી રહ્યા છે પરંતુ કોઇ એવા નેતા પણ હોય છે જે પોતાના પક્ષ માટે હમેંશા વફાદાર રહેતા હોય છે. પાટણકોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલને (Congress MLA Kirit Patel) લઇને અનેક અટકળો સામે આવી હતી. જે પછી તેમણે સોશિયલ મીડિયામાં વિડિયો મુકીને ખુલાસો કર્યો હતો.
વફાદારી હોય તો આવી, હું ક્યારેય ભાજપમા જવાનો નથી: કિરીટ પટેલ ચર્ચાઓને વખોડી ભાજપમાં જવાના મુદ્દે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે (Congress MLA Kirit Patel) નિવેદન આપી આ પાયા વિહોણી ચર્ચાઓને વખોડી હતી. અને જણાવ્યું હતું કે હું કોંગ્રેસમાં છું અને રહેવાનો છું. પ્રજાનો ક્યારેય વિશ્વાસ નહીં તોડું. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું ભાજપમાં જોડાવાની ચર્ચાને લઈ આપ્યું નિવેદન આપ્યું હતું. મારી સક્રિયતા અને લોકપ્રિયતા ઘટાડવા અને મારા પર પ્રજાનો વિશ્વાસ તોડવા ભાજપના માળતીયાઓ ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. કિરીટ પટેલ હું ક્યારેય ભાજપમાં જવાનો નથી હું વેચાઉ માલ નથી. હું ડરપોક નથી કોંગ્રેસમાંથી જ ચૂંટણી લડીશ,પ્રજાનો વિશ્વાસ નહીં તોડું. અફવાઓએ જોર પકડતા વિડિઓ બનાવી સોશિયલ મીડિયામાં મુક્યો હતો.
ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પૈકી બે બેઠકો ઉપર ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. તો કોંગ્રેસ પક્ષ દ્વારા હજી સુધી એક પણ બેઠક ઉપર ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા, ત્યારે પાટણ વિધાનસભા બેઠક ઉપર સેટીંગ ધારાસભ્ય કિરીટ પટેલ ભાજપમાં જવાની ચર્ચાઓએ જોડ પકડ્યું છે, જેને લઇ પાટણનું રાજકારણ ગરમાયુ છે.આ મુદ્દે આ મુદ્દે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ખુલાસો આપી જણાવ્યું છે કે હું કોંગ્રેસમાં છું અને રહેવાનો છું અને કોંગ્રેસ પાર્ટીમાંથી જ ચૂંટણી લડવાનો છું, છેલ્લા પાંચ વર્ષથી હું પાટણ વિધાનસભા મતવિસ્તારના મતદારોને સાથે રહ્યો છું,
પ્રજાલક્ષી કામો વધુમાં તેમણે જણાવ્યું કે આ વિસ્તારના અનેક પ્રજાલક્ષી કામો કર્યા છે. ત્યારે આ ચૂંટણીમાં પ્રજાનો મારા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય અને મતદારોમાં મારા પ્રત્યે અવિશ્વાસ પેદા થાય તે માટે ભાજપના મળતીયાઓ આવી ખોટી અફવાઓ ચલાવી રહ્યા છે. પણ હું ડરપોક નથી કે વેચાવ માલ નથી. હું ક્યારેય ભાજપમાં જવાનો નથી. હું પ્રજાનો વિશ્વાસ ક્યારેય તોડીશ નહીં. છેલ્લા પાંચ વર્ષથી વિધાનસભા અને મીડિયા સમક્ષ આ વિસ્તારના લોકોના પ્રજાલક્ષી કામો અંગેની મેં ચર્ચાઓ કરી છે. મારી લોકપ્રિયતા મતદારોમાં ઘટે તે માટે ભાજપ દ્વારા આ રીતની ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.