પાટણ :ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાનું મતદાન 14 જિલ્લાના 93 બેઠકો (Patan Polling Station) પર યોજાઈ રહ્યું છે. સવારે 8:00 કલાકે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે પાટણ જિલ્લાની ચાર બેઠકો ઉપર સવારે આઠ વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થવા પામી છે. પાટણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ પોતાના પરિવાર સાથે આજે સવારે આનંદ પ્રકાશ સ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા. મતદારોની લાઈનમાં ઊભા રહી પોતે મતદાન મથક ખાતે જઈ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. (Patan assembly seat)
પાટણ કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ મતદાન કર્યું - પાટણમાં મતદારો
પાટણ કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે મતદાન મથકે (Second phase polling 2022) પહોંચીને મતદાન કર્યું છે. મતદારો સાથેની કતારમાં કિરીટ પટેલ ઉભા રહીને મતદાન કર્યું હતું. કિરીટ પટેલે આમ આદમી પાર્ટીના (Voters in Patan) ઉમેદવાર લાલેસ્ટ ઠક્કરને શુભેચ્છાઓ પાઠવી હતી. (Gujarat Assembly Election 2022)
શું કહ્યું કિરીટ પટેલે કિરીટ પટેલે જણાવ્યું હતું કે, જે રીતે પાટણ મતવિસ્તારના લોકોનો પ્રેમ અને સમર્થન મળ્યું છે. તેના ઉપરથી (Voters in Patan) આ બેઠક ઉપર જંગી બહુમતીઓથી પોતાનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે દરેક નાગરિકોને પોતાના મતાધિકારનો (Second phase polling 2022) ઉપયોગ કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત આનંદ પ્રકાશ શાળા ખાતે ડોક્ટર કિરીટ પટેલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેસ્ટ ઠક્કરને શુભેચ્છાઓ પાઠવી હતી. (Patan Assembly Candidate)
મતદાન મથકોનું લાઈવ ટેલીકાસ્ટ ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં14 જિલ્લાના 93 બેઠકો પર સવારે 8:00 કલાકે મતદાન (Second phase polling in Patan) પ્રક્રિયા શરૂ થઈ છે. ગાંધીનગરમાં બીજા તબક્કાના 13,319 મતદાન મથકોનું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવી રહ્યું છે. લાઈવ કાસ્ટિંગ થઈ રહેલા મતદાન (Live webcasting in Gandhinagar) મથકમાં જો કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાય તો સીધી ગાંધીનગરથી તે સમસ્યાઓનું નિવારણ થઈ શકે છે. જ્યારે ચૂંટણી પંચ દ્વારા 14 જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે તૈયાર કરાયેલ સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં 49થી વધુ કર્મચારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. (Gujarat Assembly Election 2022)