ગુજરાત

gujarat

ETV Bharat / state

હું જીતીશ તો ચાણસ્મા વિધાનસભાનો સર્વાંગી વિકાસ કરીશ: દિનેશ ઠાકોર - Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા ઠછે. એવામાં ચાણસ્મા વિધાનસભા બેઠકના (Chansma assembly seat) ઉમેદવાર દિનેશ ઠાકોરે આ બેઠક ઉપરથી 25000 મતોથી જીતવાનો આસવાદ વ્યક્ત કર્યો છે. આ સાથએ એમ પણ જણાવ્યું હતું કે આ વિસ્તારના 140 થી વધુ ગામોનો પ્રવાસ કર્યો છે. આ વિસ્તારમાં વિકાસ માત્ર કાગળ ઉપર છે. હકીકતમાં કોઈ વિકાસ કરવામાં આવ્યો નથી.

હું જીતીશ તો ચાણસ્મા વિધાનસભાનો સર્વાંગી વિકાસ કરીશ: દિનેશ ઠાકોર
હું જીતીશ તો ચાણસ્મા વિધાનસભાનો સર્વાંગી વિકાસ કરીશ: દિનેશ ઠાકોર

By

Published : Nov 29, 2022, 4:00 PM IST

Updated : Nov 29, 2022, 7:34 PM IST

પાટણભાજપનો ગઢ ગણાતી ચાણસ્માવિધાનસભા બેઠક (Chansma assembly seat) કબજે કરવા માટે કોંગ્રેસપાર્ટી દ્વારા દિનેશજી આતાજી ઠાકોરને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. જેને લઈને આ બેઠક ઉપર ચૂંટણી(Gujarat Assembly Election 2022) જંગ બરાબર જામ્યો છે. ત્યારે ETV Bharat સાથેની વાતચીતમાં દિનેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ વિસ્તારના 140 થી વધુ ગામોનો પ્રવાસ કર્યો છે. આ વિસ્તારમાં વિકાસ માત્ર કાગળ ઉપર છે. હકીકતમાં કોઈ વિકાસ કરવામાં આવ્યો નથી.

ભાજપનો ગઢ ગણાતી ચાણસ્મા વિધાનસભા બેઠક કબજે કરવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા દિનેશજી આતાજી ઠાકોરને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે.

પહેલી પ્રાથમિકતા આ વિસ્તારના ખેડૂતોના ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચાડીશ વિસ્તારમાં રોજગારીની સમસ્યા (Employment problem) છે તો આ વિસ્તારમાં મોટી શાળાઓ કે કોલેજો ન હોવાને કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે અન્ય જગ્યાએ જવું પડે છે. તો ખેડૂતોને નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું (Water problem for farmers) નથી. હાલમાં લોકો તરફથી સારો આવકાર અને પ્રતિસાદ મળી રહ્યો છે. અમે કોંગ્રેસે આપેલા આઠ વચનનો (Eight promises made by Congress) સાથે લોકો સમક્ષ પ્રચાર પ્રસાર કરી મત માંગી રહ્યા છીએ. આ વિસ્તારમાંથી ચૂંટણી જીતીશ તો મારી પહેલી પ્રાથમિકતા આ વિસ્તારના ખેડૂતોના ખેતરો સુધી સિંચાઈનું પાણી આપવાની રહેશે.

ઔદ્યોગિક એકમો સ્થાપિત કરવાના પ્રયત્નો કરીશરોજગારીની તકો પૂરી પાડવા આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો સ્થાપિત કરવાના પ્રયત્નો કરીશ. હાલમાં લોકો તરફથી જે આવકાર મળી રહ્યો છે. તેના ઉપરથી આ વખતે પુનરાવર્તન નહીં પણ પરિવર્તન આવશે અને 25,000થી વધુ મતોથી જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Last Updated : Nov 29, 2022, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details