પાટણ જિલ્લામાં ધો 12નું 77 ટકા પરિણામ પાટણ : ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે સંદર્ભે પાટણ જિલ્લામાં ધોરણ 12નું પરિણામ 77 ટકા આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પરિણામમાં 10 ટકાનો ઘટાડો થયો છે. ચાલુ વર્ષે પાટણ જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહમાં કુલ 2,354 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
ક્યા સેન્ટરનું સૌથી ઓછું પરિણામ :પાટણના 13 કેન્દ્રમાં 10,103 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી. જેમાં પાટણ 84.96 ટકા, સિદ્ધપુર 75.88 ટકા, ચાણસ્મા 77.27 ટકા, રાધનપુર 70.21 ટકા, કોઇટા 72.12 ટકા, વાયડ 80.63 ટકા, મેથાણ 74.65 ટકા, ધીણોજ 83.91 ટકા, હારીજ 86.70 ટકા, શંખેશ્વર 64.12 ટકા, વારાહી 71.28 ટકા, સમી 66.09, બાલીસણા 76.71 રહ્યું હતું. જિલ્લામાં સૌથી વધુ હારીજ સેન્ટરનું 86.70 ટકા જ્યારે ઓછું શંખેશ્વરનું 64.12 ટકા રહ્યું હતું. બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં જ શાળાઓ દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં વોટ્સએપ નંબર પર પણ પોતાનું પરિણામ જોયું હતું.
આચાર્યે વિધાર્થીઓને પાઠવી શુભેચ્છાઓ :પાટણ એક્સપરિમેન્ટલ હાઇસ્કુલના આચાર્ય ધનરાજ ઠક્કરે વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી બોર્ડની પરીક્ષામાં પાસ થવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
પાટણ જિલ્લામાં ગ્રેડ વાઇસ પરિણામ :પાટણ જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહનું પરિમાણ જાહેર થતાં જિલ્લાના 10,103 વિદ્યાર્થીઓ પૈકી 7,749 વિધાર્થીઓ પાસ થયા છે, જ્યારે 2,354 વિધાર્થીઓ નાપાસ થયા છે. 20 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 316 વિદ્યાર્થીઓએ A2, 1151 વિદ્યાર્થીઓએ B1 અને 2019 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. 2463 વિદ્યાર્થીઓએ C1 અને 1614 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 192 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 4 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો હતો. પાટણ શહેરમાં એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલની વિદ્યાર્થીની માહી શાહ ઉત્કૃષ્ટ પરિણામ બાદ સીએ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
- HSC Result 2023 : રાજકોટમાં પાણીપુરી વેચનારની દીકરીએ ધોરણ 12માં 99.93 PR મેળવ્યા
- HSC Result 2023 : પેપર બાકી હતાને પિતાને રમતા રમતા હાર્ટ એટેક આવ્યો, દીકરીએ રિઝલ્ટમાં મારી સિક્સ
- HSC Result 2023 : જૂનાગઢમાં કેન્સર ગ્રસ્ત પિતાએ ઉધાર પૈસા લઇને પુત્રીને ભણાવી, પુત્રીએ ધોરણ 12માં 99.63 પીઆર મેળવ્યા