પાટણઃગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 28 માર્ચથી શરૂ (Gujarat Board of Secondary and Higher Secondary Education)થતી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને લઈ પાટણ જિલ્લામાં શિક્ષણ વિભાગ (Patan Education Department)દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ વર્ષે પાટણ જિલ્લામાં કુલ 34924 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા (GSEB exam 2022)આપશે. જે માટે 40 કેન્દ્રો પર 113 બિલ્ડિંગમાં 1119 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે.
પાટણ અને હારિજ બે ઝોન વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે -પાટણ જિલ્લામાં ધોરણ 10ની 23094 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે માટે પાટણ અને હારિજ એમ બે ઝોન પાડવામાં આવ્યા છે. પાટણમાં 12 કેન્દ્રો પર 39 બિલ્ડિંગમાં 455 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 13235 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે હારીજ ઝોનમા 32 બિલ્ડિંગમાં 341 બ્લોકની ફાળવણી સાથે કુલ 10 કેન્દ્ર ઉપર 32 બિલ્ડિંગમાં 9829 વિદ્યાર્થીઓ પરીક્ષા(Gujarat Board of Education)આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 કેન્દ્રોના 34 બિલ્ડિંગના 317 બ્લોકમા 9927 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે વિજ્ઞાન પ્રવાહની 1903 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જે માટે 4 કેન્દ્રોના 8 બિલ્ડિંગના 96 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે.