- પાટણમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો
- સરકારી કચેરીઓમાં ફોર્મ લેવા અને જમા કરાવવા ઉમેદવારોનો ભારે ધસારો
- સરપંચ માટે ૩૦ અને વોર્ડ નં સભ્યો માટે 22 ફોર્મ ભરાયા
પાટણ: રાજ્ય ચૂંટણી પંચ (State Election Commission) દ્વારા ગ્રામ પંચાયતોની (Gram Panchayat) સામાન્ય અને પેટાચૂંટણી (General and by-elections) જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત પાટણ જિલ્લાના સ્થાનિક ગ્રામીણ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લામાં 177 ગ્રામ પંચાયતની સામાન્ય અને ૨૫ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીના પડઘમ ગૂંજી ઉઠયા છે. ત્યારે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ વિતરણ અને ભરેલા ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે. જેને લઈને ફોર્મ લેવા માટે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
7મી તારીખે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં આવશે
ત્યારે બે દિવસમાં સરપંચ માટે 30 ફોર્મ અને વોર્ડના સભ્યો માટે 22 ઉમેદવારી પત્રો ભરાયા છે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર હોય ત્યારે આગામી બે દિવસમાં ઉમેદવારી ફોર્મ માટે ભારે ધસારો જોવા મળી શકે છે. ભરેલા ફોર્મની 6 ડિસેમ્બરના રોજ ચકાસણી કરવામાં આવશે અને 7મી તારીખે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં આવશે. જેના આધારે બાકી રહેલા ઉમેદવારોના ભાવિનો ફેંસલો ૧૯ ડિસેમ્બરે મતદાન પેટીમાં જ કેદ થશે.
આ પણ વાંચો: સેલવાસ લોકસભા પેટા ચૂંટણીમાં 75.51 ટકા મતદાન નોંધાયું : 2જી નવમ્બરે મતગણતરી