પાટણ: જિલ્લામાં 22 ગ્રામ પંચાયતો સમરસ બનતા 19મી ડિસેમ્બરે 152 ગ્રામ પંચાયતોના 463 સરપંચ અને સભ્યોની ચૂંટણી (Patan Gram Panchayat Election 2021) યોજાનાર છે ત્યારે શનિવારે જિલ્લાના 9 તાલુકાઓની જે તે મામલતદાર કચેરી ખાતેથી દરેક ગ્રામ પંચાયતોમાં ફાળવેલ ચૂંટણી અધિકારી અને કર્મચારીઓને આરોગ્ય કિટ સ્ટેશનરી મતપેટી સરપંચ માટે ગુલાબી બેલેટ પેપર અને સભ્યો માટે સફેદ બેલેટ પેપર, સિકકા, સહી, લાખ, જેવી ચૂંટણીલક્ષી સામગ્રી આપવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે જે તે ગામના મતદાન મથકો ઉપર રવાના કરવામાં આવ્યા હતા. મતપેટીઓ પહોંચાડવા અને મતદાન બાદ પરત લાવવા માટે પાટણ જિલ્લામાં 17 એસ.ટી બસો સહિત ખાનગી વાહનોની વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા (Gram Panchayat Election 2021 Arrangement)કરવામાં આવી છે.
આ પ્રમાણે હશે માળખુ
- જિલ્લાના 456 મતદાન મથકો ઉપર આવતીકાલે થશે મતદાન
- ત્રણ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ
- ચૂંટણીમાં 66 ચૂંટણી અધિકારી, 520 પ્રીસાઈન્ડિંગ ઓફિસર અને 1704 પોલિંગ ઓફિસરો ફરજ બજાવશે
- કાયદો અને વ્યવસ્થા માટે 1100 પોલીસ અને હોમગાર્ડ જવાનો કરાયા તૈનાત
જિલ્લાના 456 મતદાન મથકો ઉપર મતદાન